ખબર

પુરાતત્વ વિભાગનો મોટો ખુલાસો, સોમનાથ મંદિર નીચે છે ત્રણ માળની ઇમારત, બૌદ્ધ ગુફાઓના નિશાન પણ મળ્યા

દુનિયાભરના આસ્થાનું કેન્દ્ર એવા સોમનાથ મંદિરની નીચે એક ત્રણ માળની ઇમારત હોવાનો ખુલાસો આઈઆઈટી ગાંધીનગર અને પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. તેમને પોતાના સંશોધનમાં આ વાત શોધી લીધી છે.

Image Source

પ્રધાનમંત્રી મોદીએ 12 જ્યોતિર્લિંગમાંના એક એવા સોમનાથ મંદિરની તપાસના આદેશ પુરાતત્વ વિભાગને આપવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી મોદી સોમનાથ મંદિરના ટ્રસ્ટી પણ છે. લગભગ એક વર્ષ પહેલા પ્રધાનમંત્રી મોદીએ એક મિટિંગની અંદર પુરાતત્વ વિભાગને તેની તપાસ કરવાનું કહ્યું હતું.


હવે પુરાતત્વ વિભાગને મંદિરની નીચે એક L શેપની એક બીજી ઇમારત હોવાનું માલુમ પડ્યું છે. લગભગ 5 કરોડ રૂપિયાના આધુનિક મશીનોના દ્વારા આ મંદિરની નીચેની ઇમારતની તપાસ કરવામાં આવી હતી.

Image Source

પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસ પ્રમાણે સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વારથી થોડા જ દૂર સ્થિત સરદાર વલ્લભભાઈ સ્ટેચ્યુની આસપાસ બૌદ્ધ ગુફાઓ પણ છે. જમીનની નીચે લગભગ 12 મીટર સુધી GPR ઇન્વેસ્ટિગેશન કરીને માલુમ પડ્યું કે નીચે પણ એક પાક્કી ઇમારત છે અને પ્રવેશ દ્વાર પણ છે. આઈઆઈટી ગાંધીનગર અને પુરાતત્વ વિભાગ દ્વારા 2017માં થયેલી શોધમાં માલુમ પડ્યું હતું કે સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં એક ત્રણ માળી એલ આકારની ઇમારત જમીનની અંદર દબાયેલી છે. આ મામલામાં 32 પાનાનો એક રિપોર્ટ પણ સોમનાથ મંદિર ટ્રસ્ટને પણ આપવામાં આવ્યો છે.