અજબ-ગજબ : દીકરીના લગ્નના ત્રણ દિવસ પહેલા થયુ હતુ પિતાનું મોત, લગ્નમાં આવ્યો બાજ- ખોળામાં બેસ્યો, આશીર્વાદ આપ્યા અને વિદાય પછી ઉડી ગયો

લગ્નમાં બાજ સ્ટેજ પર બેઠું: ગ્રામીણ બોલ્યા- દુલ્હનના પિતાનું 3 દિવસ પહેલા મોત થયુ હતુ, તે પક્ષીના રૂપમાં આશીર્વાદ આપ્યા

મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના રાંજરા ગામમાં એક વિચિત્ર ઘટના બની. રાંજરા ગામમાં એક દીકરીના લગ્ન દરમિયાન બાજ (ગરુડ) પક્ષીએ હાજરી આપી અને કન્યાને આશીર્વાદ આપ્યા બાદ વિદાય પછી ઉડી ગયું. ગામ લોકો કહી રહ્યા છે કે કન્યાના પિતા તેમની પુત્રીને આશીર્વાદ આપવા પક્ષીના રૂપમાં આવ્યા હતા. સોમવારે આ દરમિયાનનો વીડિયો વાયરલ થયા બાદ ચર્ચાનો વિષય બની ગયો. લગ્નની વિધિ વખતે પક્ષી પિતાની જેમ હાજર રહ્યું હતું. વરમાળા સમયે આ પક્ષી લગભગ એક કલાક સુધી શાંતિથી ખુરશી પર બેસી રહ્યું.

આ પછી પક્ષી ઉડીને કન્યાના માથા પર બેસી ગયું. જાણે તે આશીર્વાદ આપી રહ્યા હોય એવું લાગતું હતું ! જણાવી દઈએ કે 5 દિવસ પહેલા જ દુલ્હનના પિતાનું એક અકસ્માતમાં મોત થયું હતું. ત્યારે આ પક્ષીની ઘટના બાદ ગ્રામજનો અને પરિવારજનોનું માનવું છે કે પિતા પુત્રીને શુભકામનાઓ આપવા પક્ષીના રૂપમાં આવ્યા હતા. જો કે ગુજ્જુરોક્સ આની કોઇ પુષ્ટિ કરતુ નથી. વાસ્તવમાં દમોહ જિલ્લાના રાંજરા ગામના રહેવાસી જાલમ સિંહનું 18 એપ્રિલ 2024ના રોજ અભાનામાં તલૈયા પાસે એક માર્ગ અકસ્માતમાં મોત થયું હતું.

તેમની દીકરીના લગ્ન પહેલાથી જ 21મી એપ્રિલે નક્કી હોવાથી બંને પક્ષોએ સાથે મળીને મંદિર પરિસરમાંથી સાદાઇથી વિધિ કરવાનું નક્કી કર્યું. ત્યારે ગઈકાલના રોજ રાંજરા ગામના ચંડી માતા મંદિર પરિસરમાં લગ્ન સંપન્ન થયા હતા. આ લગ્નનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં લગ્નમાં એક બાજ પક્ષી જોવા મળી રહ્યુ છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, દુલ્હનની માતા સવારે પોતાના પતિ જાલમ સિંહની અસ્થિ વિસર્જન કરીને પરત આવી હતી. અચાનક એક ગરુડ પક્ષી આવીને ઘરના છાપરા પર બેસી ગયું.

થોડી વાર પછી તે નીચે દુલ્હનની માં પાસે આવ્યું. તે ધીમે ધીમે તેના ખોળામાં બેસી ગયો. તેઓએ વિચાર્યું કે તે ભૂખ્યો-તરસ્યો હશે એટલે તેઓએ તેને ખોરાક આપ્યો અને દૂધ અને પાણી પણ આપ્યું. પરિવારના સભ્યો જ્યારે દીકરીની વરમાળા માટે જવા લાગ્યા કે તરત જ આ પક્ષી ઉડીને પરિવારના સભ્યના ખભા પર આવી ગયું અને પછી ગામના ચંડી માતા મંદિર પરિસરમાં અંદર પહોંચી ગયું. વરમાળા દરમિયાન તે સ્ટેજ પાસેની ખુરશી પર શાંતિથી બેઠુ રહ્યુ.

આ પછી તે ઉડીને કન્યાના માથા પર બેસી ગયુ અને પાંખો ફેલાવવા લાગ્યુ, જાણે કે તે દીકરીને આશીર્વાદ આપી રહ્યા હોય અને સ્નેહ વ્યક્ત કરી રહ્યા હોય. કન્યાએ તેને પોતાના હાથે ભોજન કરાવ્યું અને લગ્નની વિધિઓ પૂરી થયા પછી પક્ષીએ ઉડાન ભરી અને અચાનક ગાયબ થઈ ગયું. ગ્રામજનોનું માનવું છે કે મૃતક જાલમ સિંહની આત્મા તેમની પુત્રીને આશીર્વાદ આપવા માટે પક્ષીના રૂપમાં આવી હતી, જે પાછળથી ગાયબ થઈ ગઈ.

 

View this post on Instagram

 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)

Shah Jina