આ ફેમસ સિંગરને પતિથી મળ્યો દગો, રોજ આપતો હતો ઝહેર, મોત બાદ પણ 5 મહિના પછી થયા અંતિમ સંસ્કાર

આ ક્યૂટ  સિંગરની 5 મહિના સુધી સડી હતી લાશ, 15 વર્ષની ઉંમરે ગાયુ એવું ગીત, રાજ કપૂરે કર્યો હતો ફોન- વાંચો દર્દનાક કહાની

તમે ‘આપ જૈસા કોઈ મેરી જિંદગી મેં આયે’ ગીત તો સાંભળ્યું જ હશે. આ સુપરહિટ ગીત 1981માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કુર્બાની’નું છે. શું તમે જાણો છો કે આ ગીત કોણે ગાયું છે? ‘કુર્બાની’નું ગીત ‘આપ જૈસા કોઈ મેરી જિંદગી મેં આયે’ ઝીનત અમાન પર ફિલ્માવવામાં આવ્યું હતું. આ ગીત પાકિસ્તાની સિંગર નાઝિયા હસને ગાયું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે નાઝિયાએ આ ગીત ગાયું ત્યારે તે માત્ર 15 વર્ષની હતી. આ ગીત પછી નાઝિયા રાતોરાત સ્ટાર બની ગઈ અને આ ગીત માટે તેને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો. એટલું જ નહીં નાઝિયા આ એવોર્ડ મેળવનારી પાકિસ્તાનની પ્રથમ સૌથી યુવા વિજેતા હતી.

આ ગીતની સફળતા પછી નાઝિયાને 1982માં ફિલ્મ ‘સ્ટાર’માં અભિનય કરવાની ઑફર પણ મળી પરંતુ તેણે ના પાડી દીધી કારણ કે તે પર્ફોર્મન્સ કરતાં વધારે ગાવા માંગતી હતી. રાજ કપૂર સાહેબે ફિલ્મ ‘હિના’ માટે નાઝિયા હસનનો રાજીવ કપૂરના અપોઝિટ સંપર્ક પણ કર્યો હતો પરંતુ નાઝિયાએ ફરી આ ઑફર ફગાવી દીધી. નાઝિયા તેના કામ પર ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરતી હતી. તે સિંગિંગની સાથે અભ્યાસ અને સામાજિક કાર્ય કરવા માંગતી હતી. તેની પાસે અભિનય માટે સમય નહોતો. નાઝિયા એક એવી સ્ટાર હતી જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ સુપરસ્ટાર બની ગઇ હતી.

નિર્માતાઓ તેના ઘરની બહાર લાઇન લગાવતા હતા. નાઝિયાની ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી બાદ ઘણી હિરોઈન ઇનસ્કિયોર થઇ ગઈ હતી. જો કે, નાઝિયા ફક્ત તેની સિંગિંગ કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતી હતી. પાકિસ્તાનના કરાચીમાં જન્મેલી નાઝિયા હસન લંડનમાં મોટી થઈ છે. તેના પિતા બશીર હસન એક બિઝનેસમેન હતા અને માતા મુનિઝા બશીર સામાજિક કાર્યકર, તેના બે ભાઈ-બહેન છે, ઝોહેબ હસન અને ઝરા હસન. નાઝિયા તેના માતા-પિતા સાથે રહેતી હતી. નાઝિયાની માતા ઝીનત અમાનની ખૂબ સારી મિત્ર હતી.

ઝીનત અમાને જ નાઝિયાની પ્રતિભાને ઓળખી અને તેને બોલિવૂડમાં લાવી. વર્ષ 1980માં ઝીનત અમાન તેની મિત્ર મુનિઝાના ઘરે ગઈ હતી, જ્યાં તેણે નાઝિયાનો અવાજ સાંભળ્યો હતો. નાઝિયાનો અવાજ સાંભળ્યા પછી ઝીનત અમાને તેને સિંગિંગ સુપરસ્ટાર બનાવવાની જવાબદારી લીધી. નાઝિયા નિઃશંકપણે એક સિંગિંગ સ્ટાર બની ગઈ હતી, પરંતુ કારકિર્દીની દ્રષ્ટિએ તેનું નસીબ તેજસ્વી હતું પરંતુ પ્રેમની બાબતમાં તે છેતરાઈ ગઈ અને 35 વર્ષની વયે તેનું અવસાન થયું.

નાઝિયાએ 30 માર્ચ 1995ના રોજ બિઝનેસમેન મિર્ઝા ઈશ્તિયાક બેગ સાથે લગ્ન કર્યા, લગ્ન પહેલા તો તે સુપરસ્ટાર બની ગઈ હતી. બંનેના અરેન્જ્ડ મેરેજ હતા પરંતુ નાઝિયાનું વૈવાહિક જીવન સુખી ન હતું. નાઝિયાએ તેના મોતના 3 મહિના પહેલા છૂટાછેડા લીધા હતા. નાઝિયાએ તેના પતિ પર શારીરિક શોષણ અને ઝેર આપવાનો આરોપ લગાવ્યો હતો. મિર્ઝા બેગે એવો પણ દાવો કર્યો હતો કે નાઝિયા તેના મોત સુધી તેની પત્ની હતી.

નાઝિયાને એક દીકરો પણ હતો પરંતુ જ્યારે નાઝિયાને ખબર પડી કે તેનો પતિ બે વાર લગ્ન કરી ચુક્યો છે અને આ તેના બીજા-ત્રીજા લગ્ન છે, તો નાઝિયાએ આ હકીકત તેના પરિવારથી છુપાવી રાખી. 21 જૂન 2000ના રોજ એક પાકિસ્તાની અખબારમાં આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન નાઝિયાએ તેના લગ્ન દરમિયાન જે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો તેનો ખુલાસો કર્યો હતો.

તેણે એ પણ જણાવ્યું કે તેના પતિએ તેની કેન્સરની સારવારનો ખર્ચ ઉઠાવવાની ના પાડી દીધી હતી. તેણે એમ પણ કહ્યું કે તેના પતિએ તેને મીડિયા સામે કહેવા દબાણ કર્યું કે તે ખુશ છે. નાઝિયાએ કહ્યું હતું કે તે તેના પતિ સાથે જીવવા કરતાં તો મરવાનું પસંદ કરશે. પતિએ તેને કેન્સર કરતાં પણ વધુ પીડા આપી છે. નાઝિયાનું 35 વર્ષની વયે 13 ઓગસ્ટ 2000ના રોજ લંડનમાં ફેફસાના કેન્સરથી મૃત્યુ થયું હતું.

Shah Jina