જાપાનના રસ્તા પર સાડી પહેરી નીકળી ઇન્ડિયન ગર્લ, વળી-વળીને જોતા રહી ગયા બધા

સાડી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ફેશન જગતમાં ધૂમ મચાવી રહી છે. વર્ષ 2023માં, બેયોન્સેના સાડી ગાઉનથી લઈને ગીગી હદીદ અને જેંડયાના NMACC આઉટફિટ્સ સુધી, સાડીએ દરેક જગ્યાએ તેની હાજરીનો અનુભવ કરાવ્યો છે. તાજેતરમાં જ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે જાપાનના રસ્તાઓ પર સાડી પહેરીને ત્યાંના લોકોને આશ્ચર્યચકિત કર્યા.

ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા આ વીડિયોમાં એક છોકરી વાદળી રંગની સાડી પહેરેલી જોવા મળી રહી છે, જેના પર સુંદર ગોલ્ડન બોર્ડર વર્ક કરવામાં આવ્યું છે. રસ્તા તે ક્યારેક ફરતી તો ક્યારેક ડાન્સ કરતી જોવા મળી રહી છે. યુવતીએ સાડી સાથે ટ્યુબ ટોપ પહેર્યું છે અને તેના વાળ ખુલ્લા રાખ્યા છે. સાડી પહેરેલી આ યુવતિને કેટલાક લોકો તો જોતા જ રહી ગયા.

અત્યાર સુધીમાં આ વીડિયોને 70 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, વીડિયોની સાથેના કેપ્શનમાં યુવતીએ કહ્યું કે, “મેં જાપાનમાં સાડી પહેરી હતી અને લોકોના રિએક્શન ખૂબ જ ફની હતા. મેં માત્ર મજા માટે ટોક્યોના રસ્તાઓ પર ભારતીય કપડા પહેરવાનું વિચાર્યું હતું, પરંતુ મને આની આશા નહોતી કે લોકો મારી તસવીરો લેશે અને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જશે.”

 

View this post on Instagram

 

A post shared by Mahi Sharma | Traveller (@maahieway)

Shah Jina