અશ્લીલતાની બધી જ હદો પાર કરી દીધી આ યુવતીએ, જાહેરમાં જ મેટ્રોમાં કર્યો એવો અશ્લીલ ડાન્સ કે જોઈને પેસેન્જર પણ મોઢું ફેરવી ગયા, જુઓ વીડિયો
Obscene belly dance in metro : સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો કોઈપણ હદ સુધી જતા જોતા હોય છે, ઘણા લોકો સ્ટન્ટ કરીને પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકતા હોય છે તો ઘણી યુવતીઓ રસ્તા પર કે કોઈ જાહેર સ્થળો પર અશ્લીલ ડાન્સ કરીને ચર્ચામાં આવી જતી હોય છે. ત્યારે દિલ્હી મેટ્રો આવી વાયરલ રીલો માટે પહેલાથી જ બદનામ છે. દિલ્હી મેટ્રોમાં ઘણા લોકોએ એવી એવી રીલો બનાવી છે કે તેને જોઈને કોઈપણ શરમાઈ જાય. ત્યારે હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
વીડિયોમાં મહિલા ટ્રેનમાં મુસાફરી કરી રહેલા ઘણા મુસાફરોની સામે ભોજપુરી ગીત પર બેલી ડાન્સ કરતી જોઈ શકાય છે. જે લોકોએ મહિલાનો ડાન્સ જોઈ છે તેઓએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. ક્લિપમાં મહિલા મેટ્રોના ફ્લોર પર ઘૂંટણિયે બેઠેલી જોવા મળે છે. વીડિયોમાં દેખાતી મહિલાની ઓળખ ઈન્સ્ટાગ્રામ યુઝર @manishadancer તરીકે થઈ છે. આ વીડિયો તેના ઓફિશિયલ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે.
વાયલર વિડીયોને જોઈને હવે યુઝર્સ પણ ગુસ્સે ભરાયા છે. ઘણા લોકોએ વીડિયો પર કોમેન્ટ કરી અને તેને અન્ય મુસાફરો માટે મુશ્કેલીનું કારણ ગણાવ્યું. સોશિયલ મીડિયા પર લોકોએ ડાન્સને “અશ્લીલ” ગણાવ્યો અને દલીલ કરી કે જાહેર પરિવહનમાં આ પ્રકારનું વર્તન સંપૂર્ણપણે ખોટું છે. એક યુઝરે લખ્યું, “મને લાગે છે કે @OfficialDMRCની સૂચનાઓ કામ કરી રહી નથી. શું આપણે વિડિયોમાં બતાવેલ વ્યક્તિ પર 10,000 રૂપિયાનો દંડ લાદી શકીએ? આ બકવાસ બંધ કરશે.”
View this post on Instagram