વિરાટ કોહલી સાથે ઝઘડો કરનારા નવીન ઉલ હકે આખરે તોડી ચુપ્પી… કહી દીધી આ ચોખ્ખી ચડાક વાત, જુઓ
Naveen ul Haq statement : ગત સોમવારે RCB અને LSG વચ્ચે યોજાયેલો મુકાબલો ક્રિકેટના ઇતિહાસમાં એક કાળી ટીલડી સમાન બની ગયો. જેને કરોડો લોકો આદર્શ માનતા હોય છે એવા ક્રિકેટરો મેદાન વચ્ચે જ નાના બાળકોની જેમ ઝઘડવા લાગી ગયા હતા. દુનિયાના સૌથી સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક એવા વિરાટ કોહલી (virat kohli) અને ગૌતમ ગંભીર (gautam gambhir) વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું હતું.
હાથ મિલાવવા દરમિયાન વધ્યો ઝઘડો:
આ મેચમાં વિરાટ કોહલી અને અફઘાનિસ્તાનના ખેલાડી નવીન ઉલ હક વચ્ચે પણ જોરદાર લડાઈ જોવા મળી હતી. લખનઉ સુપરજાયન્ટ્સનો બોલર નવીન-ઉલ-હકને મેચ સમાપ્ત થયા પછી કોહલી સાથે હાથ મિલાવતી વખતે ઝઘડો થયો હતો. નવીન ઉલ હકે આ સમગ્ર મામલે મૌન તોડ્યું છે અને પોતાનો જવાબ આપ્યો છે.
“હું IPL રમવા આવ્યો છું, ગાળો સાંભળવા નહીં !”
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ નવીને લખનઉ સુપર જાયન્ટ્સના ખેલાડીને કહ્યું, “હું અહીં આઈપીએલમાં રમવા આવ્યો છું, કોઈના અપશબ્દો સાંભળવા માટે નહિ.” વિરાટ કોહલી અને નવીન-ઉલ-હક વચ્ચેની લડાઈ સોશિયલ મીડિયા પર પણ જોવા મળી હતી, જ્યારે બંનેએ એકબીજા પર નિશાન સાધ્યું હતું. નવીન ઉલ હકે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “તમે જે લાયક છો તે તમને મળે છે, આવું જ હોવું જોઈએ અને તે થાય છે.”
આ કારણે શરૂ થયો ઝઘડો:
તમને જણાવી દઈએ કે મેચ ખતમ થયા બાદ જ્યારે બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવતા હતા ત્યારે લખનઉના બોલર નવીન ઉલ હક અને કોહલી એકબીજા સાથે દલીલ કરતા જોવા મળ્યા હતા, ત્યારબાદ આરસીબીના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે બંનેને અલગ કર્યા હતા. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, અમિત મિશ્રાએ અમ્પાયરને ફરિયાદ કરી હતી કે વિરાટ નંબર 10 બેટ્સમેન નવીન ઉલ હક સાથે સતત દુર્વ્યવહાર કરી રહ્યો છે.
ગૌતમ ગંભીરને પણ આવ્યો હતો ગુસ્સો:
કહેવામાં આવી રહ્યું છે કે આ પછી જ નવીન ઉલ હકે મેચ બાદ કોહલી પર પ્રતિક્રિયા આપી છે. આ મામલા બાદ ગૌતમ ગંભીરે કાયલ માયર્સને કોહલી સાથે વાત કરતા રોક્યા. થોડી જ વારમાં ગંભીર કોહલી તરફ જતો જોવા મળ્યો હતો. ત્યારબાદ તેને લખનઉના ઈજાગ્રસ્ત કેપ્ટન કેએલ રાહુલ સહિત તેના અન્ય ખેલાડીઓએ રોક્યો હતો, જેના પગલે કોહલી અને ગંભીર વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી જ્યારે તેઓ બંને ટીમના ખેલાડીઓથી ઘેરાયેલા હતા.