શ્રીલંકા ફરવા જવામાં કેટલા રૂપિયા ખર્ચ થાય છે અને ક્યાં ફરી શકાય, સમગ્ર માહિતી આપી આપણા લોકપ્રિય ખજુરભાઈ, જુઓ વીડિયો

કેદારનાથ દર્શન બાદ નીતિન જાની પહોંચ્યા શ્રીલંકામાં, બતાવ્યો શ્રીલંકાનો અદભુત નજારો, જુઓ વીડિયો

nitin jani shrilanka: ગુજરાતમાં ગરીબોના મસીહા બની ચૂકેલા નીતિન જાની (nitin jani) ઉર્ફે ખજુરભાઈને આજે કોઈ ઓળખની જરૂર નથી. નીતિનભાઈને આજે તેમના સેવાકીય કાર્યોના કારણે મોટું નામ મળ્યું છે. ખજુરભાઈ કોમેડી વીડિયો (comedy video) દ્વારા લોકપ્રિય બન્યા અને હવે સેવાકીય કાર્યો દ્વારા કેટલાય લોકો માટે સાક્ષાત ભગવાન પણ બન્યા છે.

કોમેડી વીડિયો અને સેવાકીય કાર્યો કરવાની સાથે સાથે ખજુરભાઈ ફરવાના પણ શોખીન છે અને તે દેશમાં અને દેશની બહાર પણ ફરવા માટે પોતાની ટીમ સાથે જતા હોય છે. આ દરમિયાન પણ તેઓ પોતાના બ્લોગમાં જ્યાં ફરવા જાય છે એ જગ્યાઓ વિશે પણ માહિતગાર કરતા હોય છે.

નીતિનભાઈ દુબઇ, થાઈલેન્ડ, મલેશિયા જેવા દેશોમાં ફરીને આવ્યા છે, પરંતુ હાલ નીતિન ભાઈ આપણા પાડોશી દેશ શ્રીલંકાની મુલાકાતે પહોંચ્યા છે. જે દેશ થોડા સમય પહેલા જ આર્થિક તંગીથી ઝઝૂમી રહ્યો હતો. ત્યારે હવે ખજુરભાઈ પોતાના લેટેસ્ટ વીડિયોમાં તેમના ચાહકો પણ શ્રીલંકામાં કેવી રીતે ફરી શકાય અને ફરવા દરમિયાન કેટલો ખર્ચ થાય તે જણાવી રહ્યા છે.

નીતિનભાઈ વીડિયોમાં જણાવી રહ્યા છે કે કેવી રીતે મુંબઈથી પ્રવાસ શરૂ કરી શકાય અને ક્યાં ક્યાં રહી શકાય. તેઓ જે હોટલમાં રોકાયા છે તે 200થી 300 વર્ષ જૂની હોવાનું જણાવે છે અને આ હોટલ મહેલ જેવી છે તેમ પણ તે કહી રહ્યા છે. સાથે જ રૂમનું પ્રતિરાતનું ભાડું 3થી 4 હજાર રૂપિયા હોવાનું પણ તે દર્શકોને કહી રહ્યા છે.

ખજુરભાઈ ત્યાંથી કારમાં ફરવા માટે નીકળે છે. રસ્તામાં તે નારિયેળ પાણી પીવા માટે પણ ઉભા રહે છે. જ્યાં તે શ્રીલંકન કરન્સી વિશે પણ સમજાવે છે કે ભારતના નાણાં કરતા શ્રીલંકાનું નાણું ત્રણ ઘણું નીચું છે. એટલે જે આપણો 1 રૂપિયો ત્યાંના ત્રણ રૂપિયા બરાબર છે. પરંતુ ત્યાંની વસ્તુઓની કિંમત અને અહીંયાની વસ્તુઓની કિંમતની સરખામણી કરો તો રકમ એકસમાન થાય છે.

ખજુરભાઈ નારિયેળના પણ વખાણ કરી રહ્યા છે અને નારિયેળની કિંમત 200 રૂપિયા હોવાનું જણાવી રહ્યા છે. સાથે જ મગફળી પણ બતાવે છે જેની કિંમત 600 રૂપિયા પ્રતિ કિલો હોવાનું કહે છે. નીતિનભાઈ ત્યાંથી 2 કિલો મગફળી પોતાની સાથે લઈને પણ જાય છે. જેના બાદ નીતિનભાઈ જંગલ સફારી માટે પહોંચે છે.

જંગલ સફારીમાં એક વ્યક્તિની ટિકિટ 16000 રૂપિયા શ્રીલંકન નાણાં અનુસાર છે. નીતિનભાઈ 3 ટિકિટ લે છે, જેની કિંમત 48000 થાય છે. ભારતીય નાણાં અનુસાર ત્રણ ટિકિટની કિંમત 16000 હોવાનું પણ તે જણાવે છે. જંગલ સફારીમાં તે હાથી દર્શન માટે જાય છે અને દર્શકોને પણ કહે છે કે શ્રીલંકામાં હાથીને ખુબ જ માનવામાં આવે છે.

જંગલ સફારી દરમિયાન નીતિનભાઈ શ્રીલંકન હાથીઓ બતાવે છે અને આસપાસ પ્રકૃતિનો સુંદર નજારો પણ બતાવી રહ્યા છે. જંગલ સફારી બાદ તે પરત આવે છે, ત્યારે મોસ્ટલી હોટલ બંધ થઇ ગઈ હોય છે. જે કહે છે કે શ્રીલંકામાં મોટાભાગે 9.30 સુધી બધી જ હોટલો બંધ થઇ જાય છે. જેના બાદ તે ઢોસા ખાઈ રહ્યા છે.

Niraj Patel