પ્રેગ્નેંસી એનાઉન્સમેન્ટ બાદ પહેલીવાર ઇલિયાના ડિક્રૂઝે ફ્લોન્ટ કર્યો આવડો મોટો બેબી બંપ, લખ્યુ- જીવન હાલમાં…

36 વર્ષની ઉંમરે લગ્ન વગર જ બની રહી છે માં, મોટું બેબી બમ્પ આખા ગામને દેખાડ્યું, તમે પણ જોઈ લેજો

Ileana D’Cruz Baby Bump: ઇલિયાના ડિક્રૂઝે (Ileana D’Cruz) ગયા મહિને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તેની પ્રેગ્નેંસીની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. જ્યારે ઇલિયાનાએ કહ્યું કે તે જલ્દી જ તેના પહેલા બાળકનું સ્વાગત કરવા જઇ રહી છે. ત્યારે હવે તેણે તેની પ્રેગ્રેંસી વેકેશનની ઝલક ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરી છે. પણ પ્રેગ્નેંસીની ઘોષણા બાદ ઇલિયાનાએ પહેલીવાર પોતાનો બેબી બંપ (Baby Bump) ફ્લોન્ટ કર્યો છે. અભિનેત્રીને જોઈને લાગી રહ્યુ છે કે તે જલ્દી જ બાળકનું સ્વાગત કરવા જઇ રહી છે.

ફ્લોન્ટ કર્યો બેબી બંપ

ઇલિયાના ડીક્રુઝે એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પહેલીવાર તેના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યો. 36 વર્ષની અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે તેના પાલતુ કૂતરા સાથે બેડ પર આરામ કરતી જોવા મળી હતી. તે કોફીની ચૂસકી લેતી વખતે શોર્ટ મિડી ડ્રેસ પહેરેલી જોવા મળે છે. ઇલિયાનાના બેબી બમ્પની ઝલકની તસવીર સામે આવ્યા બાદ ચાહકો પણ ખુશખુશાલ થઇ ગયા છે. ઇલિયાનાએ કેપ્શન આપ્યું, ‘જીંદગી હાલ હી મેં.’

ઇલિયાના ડીક્રુઝે બીજી પણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી છે. જેમાં તે બેડ પર સૂઈ રહેલી જોવા મળી રહી છે. આ તસવીર સાથે ઇલિયાનાએ તેના પેટમાં બેબી કિકનો અનુભવ શેર કર્યો હતો. તેણે લખ્યું કે જ્યારે તે ઊંઘવાનો પ્રયાસ કરે છે ત્યારે બાળક તેના પેટની અંદર લાત મારવા લાગે છે. તેણે લખ્યું, ‘જ્યારે તમે સૂવા માંગો છો પરંતુ બાળક તમારા પેટમાં ડાન્સ પાર્ટી કરવાનું નક્કી કરે છે.’

18 એપ્રિલે કર્યુ પ્રેગ્નેંસી એનાઉન્સમેન્ટ

થોડા અઠવાડિયા પહેલા જ ઇલિયાનાએ તેની પ્રેગ્નેંસી ક્રેવિંગ્સની ઝલક આપી હતી અને તેની બહેન દ્વારા બનાવેલી કેકની તસવીર શેર કરી હતી. જણાવી દઇએ કે, 18 એપ્રિલ 2023ના રોજ ઇલિયાનાએ ચાહકો સાથે તેના પહેલા બાળકનું આ દુનિયામાં સ્વાગત કરવાનું એનાઉન્સમેન્ટ કર્યુ હતુ. બે તસવીરોમાંથી પહેલી તસવીર બાળકના કપડાની અને બીજી તસવીર MAMA નામના લોકેટની હતી.

ગયા વર્ષે ડિસેમ્બરમાં, ઇલિયાના IVF હોસ્પિટલમાંથી બહાર નીકળતી જોવા મળી હતી, જેણે સોશિયલ મીડિયા પર ઘણી અફવાઓને વેગ આપ્યો હતો. જો કે, તેણે હજુ સુધી તેના બાળકના પિતાની ઓળખ જાહેર કરી નથી. આ પહેલા એવી અટકળો હતી કે ઇલિયાના સેબેસ્ટિયન લોરેન્ટ મિશેલ કે જે અભિનેત્રી કેટરિના કૈફનો ભાઈ છે તેને ડેટ કરી રહી છે. ઇલિયાના કેટરીના અને વિક્કી સાથે માલદીવમાં વેકેશન એન્જોય કરતી પણ જોવા મળી હતી.

શું કેટરીનાના ભાઇને કરી રહી છે ડેટ ?

જો કે, તેમના સંબંધોની અત્યાર સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઇ. ઇલિયાના અગાઉ ફોટોગ્રાફર એંડ્ર્યુ નીબોન સાથે ઘણા વર્ષોથી રિલેશનશિપમાં હતી પણ પછી એવી ખબર આવી કે તે બંનેનું બ્રેકઅપ થઇ ગયુ છે. શરૂઆતથી જ ઇલિયાના તેના અંગત જીવન પ્રત્યે શાંત રહી છે.

Shah Jina