“ભાઈ ઠંડક રાખ…”, વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરની લડાઈમાં આવ્યું ભારતીય ટીમના ભૂતપૂર્વ ધાકડ બેટ્સમેન યુવરાજ સિંહનું નિવેદન, જુઓ શું કહ્યું

વિરાટ અને ગંભીરના ઝઘડા પર અત્યાર સુધી બધાએ સલાહ આપી, હવે યુવરાજ સિંહે એવું કહ્યું કે લોકો પણ કહેવા લાગ્યા.. “બરાબર છે… ” જુઓ શું કહ્યું..

yuvraj singhs cheeky tweet : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ઈતિહાસમાં 10 વર્ષ બાદ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર ફરી એકવાર મેદાન પર બોલાચાલીના સાક્ષી બન્યા છે. 2013માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના કેપ્ટન ગૌતમ ગંભીર અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે મેચ દરમિયાન ભારે ગરમાવો જોવા મળ્યો હતો.

10 વર્ષ બાદ જ્યારે ગંભીર ખેલાડીમાંથી મેન્ટર બની ગયો છે અને વિરાટ કપ્તાનમાંથી ટીમનો ખેલાડી, ત્યારે ફરી એકવાર બંને વચ્ચે જોરદાર દલીલ થઈ હતી. લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ના માર્ગદર્શક અને વિરાટ વચ્ચેની લડાઈ પર ઘણા ખેલાડીઓએ ટિપ્પણી કરી હતી, પરંતુ યુવરાજ સિંહ જેવી વાત કોઈએ નથી કહી. આ ગંભીર લડાઈ પર યુવીનું ફની ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. જોકે તેણે આ ટ્વીટમાં એક સોફ્ટ ડ્રિંક કંપનીના નામનો ઉલ્લેખ કર્યો છે.

યુવીએ ટ્વીટમાં લખ્યું, “મુજે લગતા હે કી સ્પ્રાઈટ કો ગૌતી ઐર ચીકુકો ઉનકે કેમપેન ઠંડ રખ કે લિએ સાઈન કરના ચાહીએ.” વિરાટ અને ગંભીર વચ્ચેની લડાઈ પર સુનીલ ગાવસ્કર અને વિરેન્દ્ર સેહવાગે તો બંને પર પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી. બીજી તરફ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે બંનેએ બેસીને મામલો થાળે પાડવો જોઈએ અને આ માટે તેઓ વચ્ચે બેસીને મામલો થાળે પાડવા તૈયાર છે.

LSG અને RCB વચ્ચે 1 મેના રોજ લખનઉમાં મેચ રમાઈ હતી, જે RCBએ 18 રનથી જીતી હતી. મેચ દરમિયાન એલએસજીના યુવા ફાસ્ટ બોલર નવીન ઉલ હક અને વિરાટ વચ્ચે ઝઘડો થયો હતો. મેચ પૂરી થયા બાદ ગંભીરે ફરી વિરાટનો સામનો કર્યો. BCCIએ વિરાટ, ગંભીર અને નવીન-ઉલ-હક પર પણ દંડ ફટકાર્યો હતો.

Niraj Patel