વાહ રાશિદ ખાને તો દિલ જીતી લીધા.. ટ્રેન્ડ બોલ્ટે માર્યો એવો છગ્ગો કે બોલ સીધો જ કેમેરામેનને જઈને વાગ્યો, પછી કરામાતી ખાને કર્યું એવું કે… જુઓ વીડિયો

ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની મેચમાં ટ્રેન્ડ બોલ્ટના છગ્ગાથી ઘાયલ થયો કેમેરામેન, પછી રાશિદ ખાને કર્યું દિલ જીતી લેનારું કામ.. જુઓ વીડિયો

rashid khan wins hearts video : આઇપીએલ (IPL) માં પ્લેઓફમાં પહોંચવા અને પોઇન્ટ ટેબલ (point table) માં સૌથી ટોપ પર રહેવા માટે હાલમાં ખરેખરીનો જંગ ચાલી રહ્યો છે. દરેક ટીમ પોતાના શાનદાર પ્રદર્શન બતાવવાના શ્રેષ્ઠ પ્રયત્નો પણ કરી રહી છે. ત્યારે ગઈકાલે પણ જયપુરના સવાઈ માનસિંગ સ્ટેડિયમમાં એક એવી જ રોમાંચક મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ (gujarat vs rajasthan) વચ્ચે યોજાઈ.

આ મેચ દરમિયાન પ્રશંસકોની ધડકન ત્યારે વધી ગઈ જ્યારે ટ્રેન્ટ બોલ્ટનો છગ્ગો સીધો કેમેરા મેનને વાગ્યો. જો કે બોલ કેમેરા મેનના માથા પર વાગ્યો ન હતો, પરંતુ તે લાંબા સમય સુધી પીડાથી કણસતો જોવા મળ્યો હતો. આ દરમિયાન ગુજરાતના વાઈસ કેપ્ટન રાશિદ ખાને પોતાના અદ્ભુત હાવભાવથી ચાહકોના દિલ જીતી લીધા હતા.

ઓવર પૂરી થયા બાદ રાશિદ ખાન બાઉન્ડ્રી પર લાગેલા બોર્ડ કૂદીને કેમેરામેનની તબિયત પૂછવા પહોંચ્યો હતો. આવી સ્થિતિમાં કેમેરા મેને તેની તરફ ઈશારો કરીને કહ્યું કે તે ઠીક છે, ત્યારબાદ રાશિદ મેદાનમાં પાછો ફર્યો. રાશિદ ખાનની આ હરકતો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે અને આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના રાજસ્થાન રોયલ્સની ઇનિંગની 16મી ઓવરની છે. બેટ્સમેનો ખરાબ રીતે નિષ્ફળ ગયા બાદ બોલરોએ રાજસ્થાન રોયલ્સ માટે રન બનાવવાની જવાબદારી લીધી હતી. નૂર અહેમદની 16મી ઓવર દરમિયાન, બોલ્ટને સ્લોટમાં ત્રીજો બોલ સિક્સર મારવા માટે મળ્યો. બોલ્ટે પોતાનું બેટ રોક્યું ન હતું અને ઝડપથી તેને લેગ સાઇડમાં ફેરવી દીધું હતું. બોલ બોલ્ટના બેટની વચ્ચે અથડાયો અને સીધો બાઉન્ડ્રી પાર મિડ-વિકેટની દિશામાં ગયો.

આ શૉટનો વિડિયો રેકોર્ડ કરવાના પ્રયાસમાં કૅમેરા મેન સમયસર પોતાની જગ્યાએથી ખસી શક્યો ન હતો જેના કારણે બૉલ તેને વાગી ગયો હતો. ટ્રેન્ટ બોલ્ટની આ સિક્સ 73 મીટર લાંબી હતી. નૂર અહેમદની ઓવર પુરી થયા બાદ રાશિદ ખાન કેમેરા મેનની ખબર પૂછવા માટે પણ ગયો હતો. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 9 વિકેટે કારમી હાર આપી હતી.

Niraj Patel