હજુ પણ અટકવાનું નામ નથી લઇ રહ્યું વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચેનું યુદ્ધ, ગુજરાતની મેચમાં પણ જોવા મળ્યો કોહલીનો અનોખો રંગ.. જુઓ
Virat Kohli was supporting Gujarat Titans : IPLનો રોમાંચ હાલ ચરમ સીમાએ છે. દરેક ટીમ પ્લેઓફમાં પહોંચવા માટે તનતોડ મહેનત પણ કરી રહી છે, ત્યારે આ દરમિયાન ગત સોમવારે યોજાયેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને લખનઉ સુપરજાયન્ટ્સ (royal challengers bangalore vs lucknow super giants) ની મેચમાં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર (virat kohli vs gautam gambhir) વચ્ચે માથાકૂટ જોવા મળી હતી. જેના ઘણા વીડિયો અને તસવીરો પણ વાયરલ થઇ હતી.
ત્યારે આ વાતને એક અઠવાડિયું વીતવા છતાં પણ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચેની લડાઈ અટકવાનું નામ નથી લઈ રહી. છેલ્લી વખત બંને મેદાનમાં ટકરાયા હોવાથી સોશિયલ મીડિયા પર પણ યુદ્ધ ચાલી રહ્યું છે. સીધી રીતે એકબીજાની સામે નહીં, પણ ગોળ ગોળ રીતે એકબીજાને ટોણા મારતા જોવા મળી રહ્યા છે. જેની એક ઝલક ગઈકાલે પણ જોવા મળી.
વાસ્તવમાં ગઈકાલે ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ રહી હતી અને ગઈકાલની આ મેચ વિરાટ કોહલી પણ જોઈ રહ્યો હતો. આ વાત આપણને તેની ઇન્સ્ટા સ્ટોરી પરથી જ જાણવા મળી. તેણે ગઈકાલે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કરેલી બે સ્ટોરીમાં પ્રથમ રિદ્ધિમાન સાહા વિશે હતી, જેણે લખનઉ સામે આક્રમક બેટિંગ કરી અને 42 બોલમાં 83 રનની શાનદાર ઇનિંગ રમી.
તો બીજી સ્ટોરી રાશિદ ખાનના કેચની છે, જે તેણે લખનઉના ઓપનર બેટ્સમેન કાયલ માયર્સનો લીધો હતો. પહેલી સ્ટોરીમાં વિરાટે સાહાની તસવીર પોસ્ટ કરી અને લખ્યું, ‘વન્ડરફુલ પ્લેયર રિદ્ધિ’, જ્યારે બીજી સ્ટોરીમાં તેણે રાશિદ ખાનના કેચ પર લખ્યું કે તે આટલો શાનદાર કેચ પહેલીવાર જોઈ રહ્યો છે.
બંને સ્ટોરીમાં વિરાટે ગુજરાતના ખેલાડીઓના વખાણ કર્યા છે અને સ્ટોરીની તસવીર જોઈને તમે સ્પષ્ટ સમજી શકશો કે વિરાટ મેચ જોઈ રહ્યો હતો અને તે જ સમયે તેણે પોતાના ટીવી પરથી ફોટો લીધો અને આ તસવીર ઇન્સ્ટા પર પોસ્ટ કરી. જ્યારે રાશિદ ખાનનો કેચનો એક વીડિયો મૂક્યો છે, જે ટીવી પરથી રેકોર્ડ કરવામાં આવ્યો છે.
Kohli literally giving “LSG’s downfall? I’LL BE THERE NO MATTER WHAT” vibes. Love it. 🤣 pic.twitter.com/ebKWnDscAh
— Manya (@CSKian716) May 7, 2023
વિરાટની સ્ટોરીને જોતાં, એવું લાગે છે કે તે ગઈ કાલે ગુજરાત ટાઇટન્સનું સમર્થન કરી રહ્યો હતો લખનઉ સુપરજાયન્ટ્સનું નહીં, જેમની સાથે 1લી મેના રોજની મેચ પછી તેની તેના માર્ગદર્શક સાથે ઝઘડો થયો હતો. જો કે, સોશિયલ મીડિયા પર પણ લોકો હવે વિરાટ કોહલીની આ સ્ટોરીને LSG ટીમ પરનો કટાક્ષ સમજી રહ્યા છે.