સાંભળો: “ડ્રેસિંગ રૂમમાં રોહિત-કોહલીને મનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો..2 વર્ષ રોકાઈ જાઓ”

ભારતીય ટીમે શનિવારે T-20 વર્લ્ડ કપ જીતીને પોતાના 17 વર્ષના ઈંતજારનો અંત લાવ્યો છે. દેશભરમાં લોકો હજુ પણ આ વિજયનો ઉત્સવ મનાવી રહ્યા છે. મેચ જીત્યા પછી ખેલાડીઓમાં આનંદના આંસુ આવી ગયા.

કિંગ કોહલીએ આશ્ચર્યજનક રીતે મોટી જાહેરાત કરી દીધી હતી. તેણે જણાવ્યું કે તે T-20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લેવાની તૈયારી કરી રહ્યો છે. આ સમાચાર ચાહકો માટે ખરેખર ચોંકાવનારા હતા.

આ સંદર્ભમાં ચર્ચા ચાલતી જ હતી ત્યારે કેપ્ટન રોહિત શર્માએ પણ T-20માંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી.જ્યારે સ્ટાર બેટ્સમેનની આ જોડીએ હવે ટીમ ઈન્ડિયા માટે T-20 નહીં રમે. આ નિર્ણય ક્યારે લેવામાં આવ્યો અને બંને સ્ટાર ખેલાડીઓએ આ વિશે ક્યારે વિચાર્યું, ક્યારે આ મુદ્દે ચર્ચા કરી, જેવા રસપ્રદ સવાલોના જવાબ ટીમના ખેલાડી સૂર્યકુમાર યાદવે આપ્યા હતા.


સૂર્યકુમારે જણાવ્યું કે ડ્રેસિંગ રૂમમાં આ મુદ્દે કેવી પ્રતિક્રિયા હતી અને તેમને આ મહાન ટૂર્નામેન્ટની હવે પછીની મેચમાં રમવા માટે સમજાવવાનો પ્રયત્ન કરાયો હતો.પરંતુ તેઓએ સાંભળ્યું નહોતું…સૂર્ય કુમાર યાદવે કહ્યું કે ભારતીય ટીમ ચેમ્પિયન બન્યા પછી વાતાવરણમાં લાગણી હતી, તે ત્યારે વધુ વધી જ્યારે બંને સિનિયર ખેલાડીઓએ પણ નિવૃત્તિની જાહેરાત કરી. આ પછી બધા ભાવુક થઈ ગયા. તેણે કહ્યું કે તે બંનેને ડગઆઉટ અને ડ્રેસિંગ રૂમમાં કહેવામાં આવી રહ્યું છે કે હવે થોભો. આગામી વર્લ્ડ કપ ભારતમાં જ છે.

સૂર્યાએ કહ્યું, ‘આવી ક્ષણે રમત છોડવી ખૂબ મુશ્કેલ છે. આટલા મોટા અવસર પર તેણે રમતને અલવિદા કહ્યું તે સારું છે. જ્યારે તેઓ ડગઆઉટ અને ડ્રેસિંગ રૂમમાં બેઠા હતા ત્યારે અમે કહેતા હતા કે ‘કોઈ વાંધો નથી, હજુ દોઢ વર્ષ છે, બે વર્ષ પછી ભારતમાં વર્લ્ડકપ થવાનો છે,’ ત્યારે બધા બાજુમાં ઊભા હતા. બાજુમાં કહે છે કે આ બધી વાતો ન કરો. આવતા વર્ષે જોઈશું. પરંતુ કદાચ બંનેએ મન બનાવી લીધું હતું અને તે પહેલેથી જ બનેલું હતું. મને લાગે છે કે આનાથી સારી તક બીજી કોઈ ન હોઈ શકે.

Nirali