ભારતીય ટીમના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ IPLને લઇને કરી મોટી ભવિષ્યવાણી, ધોનીની CSK નહિ પરંતુ આ ટીમ લઇ જશે ફાઇનલની ટ્રોફી, જુઓ શું કહ્યું ?

10 ટીમોમાંથી આ વર્ષે આ ટીમ બનશે IPL 2023ની વિજેતા, દિગ્ગજ ક્રિકેટર અને ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કરી ભવિષ્યવાણી, જુઓ

ravi shastri prediction ipl 2023 : હાલ આઇપીએલ (ipl) માં જબરદસ્ત રોમાંચ જોવા મળી રહ્યો છે. પ્લે ઓફ (playoff) માં પહોંચવા માટે દરેક ટિમો તનતોડ મહેનત કરી રહી છે અને દરેક મેચ દર્શકોનો ઉત્સાહ પણ વધારતી જોવા મળી રહી છે. ત્યારે શુક્રવારે રમાયેલી IPL 2023ની મેચમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સ (gujarat titans vs rajasthan royals) સામે 9 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી.

હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ આ સિઝનમાં શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. જ્યારે સંજુ સેમસનની કપ્તાનીવાળી રાજસ્થાન રોયલ્સ પણ સારી રમત બતાવી રહી છે. આવી સ્થિતિમાં આ બંને ટીમોનું પ્લેઓફમાં જવું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ અને દિગ્ગજ ક્રિકેટર રવિ શાસ્ત્રીએ એક મોટી ભવિષ્યવાણી કરી છે. શાસ્ત્રીએ IPL 2023ની વિજેતા ટીમનું નામ જાહેર કર્યું છે.

પ્લેઓફ મેચની શરૂઆત પહેલા જ પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ IPL 2023ની વિજેતા ટીમને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. શાસ્ત્રીએ કહ્યું કે આ સિઝનમાં એવું પણ બની શકે છે કે ગુજરાત ટાઇટન્સ IPL ટાઇટલ જીતે. સ્ટાર સ્પોર્ટ્સ પર વાત કરતા રવિ શાસ્ત્રીએ કહ્યું કે, ‘હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં રહેલા ગુજરાતના ફોર્મ અને ટીમના ખેલાડીઓના પ્રદર્શનને જોતા મને લાગે છે કે આ વખતે ગુજરાત IPL ટાઇટલ જીતવા જઈ રહ્યું છે. કારણ કે આ ટીમ બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કરી રહી છે અને આગળની ટીમ પર દબાણ બનાવી રહી છે.

ગુજરાત ટાઇટન્સ ઉપરાંત રવિ શાસ્ત્રીએ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનની કેપ્ટનશિપની પણ પ્રશંસા કરી છે. તેણે કહ્યું, ‘સંજુ સેમસન એક સારો કેપ્ટન છે. તે પોતાના સ્પિન બોલરોનો શાનદાર ઉપયોગ કરી રહ્યો છે. માત્ર એક સારો કેપ્ટન જ ત્રણ સ્પિનરો સાથે રમી શકે છે અને તેની આ પદ્ધતિ તેને મેચ દરમિયાન સફળતા પણ અપાવી રહી છે.

તમને જણાવી દઈએ કે ગુજરાત ટાઇટન્સે અત્યાર સુધી રમાયેલી 10 મેચમાંથી 7માં જીત મેળવી છે અને હાલમાં તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. બીજી તરફ, રાજસ્થાન રોયલ્સે પણ અત્યાર સુધીમાં 10 મેચ રમી છે, જેમાંથી તેણે 5 મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. તો CSK અને MI પણ આ રેસમાં આગળ નીકળવા એડી ચોટીનું જોર લગાવી રહી છે.

Niraj Patel