“અનુપમા”ની રૂપાલી ગાંગુલીએ ગુલાબી સાડીમાં વરસાવ્યો કહેર, પ્રશંસા કરતા નથી થાકી રહ્યા ચાહકો

ટીવીની અનુપમાએ ગુલાબી સાડીમાં બતાવ્યો પોતાનો ખૂબસુરત અવતાર, તસવીરો જોઇ દિલ હારી બેઠા ચાહકો

સ્ટાર પ્લસની ધમાકેદાર સિરિયલ ‘અનુપમા’ આ દિવસોમાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે. રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના, સુધાંશુ પાંડે અને મદાલસા શર્મા સ્ટારર શો ‘અનુપમા’માં સતત ટ્વિસ્ટ અને ટર્ન્સ આવી રહ્યા છે. આને કારણે લોકોનો શો પ્રત્યેનો ઉત્સાહ પણ વધી રહ્યો છે. ‘અનુપમા’ ટીઆરપી લિસ્ટમાં પણ ટોપ પર છે.આ વચ્ચે રૂપાલી ગાંગુલીનો સુંદર અંદાજ સોશિયલ મીડિયા પર છવાઇ ગયો છે. રૂપાલી ગાંગુલી હાલમાં જ ગુલાબી સાડીમાં જોવા મળી હતી. તેણીની સુંદર શૈલી તેના તાજેતરના એપિસોડમાં જોવા મળી છે. રૂપાલીના આ લુકને જોઈને તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગી છે.

લોકો તેના લુકના ખૂબ વખાણ કરતા જોવા મળી રહ્યા છે.ચાહકોને રૂપાલી ગાંગુલીનો દરેક લુક ખૂબ જ પસંદ આવ્યો છે અને આ વખતે પણ તેણે ફેન્સને નિરાશ કર્યા નથી. રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને તેની રૂપલીએ આ લુકનો ફોટો પણ શેર કર્યો છે. રૂપાલીએ પિંક સાડી સાથે જ્વેલરી પણ કેરી કરી છે અને આ લુકમાં તે ઘણી જ ખૂબસુરત લાગી રહી છે. જણાવી દઇએ કે, આગલા દિવસે ‘અનુપમા’માં બતાવવામાં આવ્યું હતું કે આખો શાહ પરિવાર અનુપમા અને અનુજ સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી કરવા તૈયાર થાય છે અને કપાડિયા હાઉસ પણ પહોંચે છે.

જ્યાં તેમને જોઈને બરખા અને અંકુશનું લોહી ઉકળી ઉઠે છે. આખો પરિવાર સાથે મળીને ગણપતિ બાપ્પાની સ્થાપના અને પૂજા કરે છે. પરંતુ પૂજાની વચ્ચે જ કિંજલની તબિયત બગડવા લાગે છે અને તે જોરથી ચીસો પાડવા લાગે છે. કિંજલની આવી હાલત જોઈને ત્યાં હાજર તમામ લોકો પરેશાન થઈ જાય છે અને તરત જ કિંજલને સોફા પર બેસાડી દે છે અને પછી તેને લઇને હોસ્પિટલ પહોંચે છે. ત્યારે હવે શોમાં કિંજલની ડિલીવરી પછી શું ટ્વિસ્ટ આવશે તે તો હવે જોવાનું જ રહ્યુ.

અનુપમા શોની વાત કરીએ તો, આ શો વર્ષ 2020માં લોન્ચ કરવામાં આવ્યો હતો, ત્યારથી આ શો હંમેશા TRP રેસમાં ટોપ પર રહ્યો છે. આ શો દ્વારા લગભગ 7 વર્ષ પછી રૂપાલી ગાંગુલીએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં પુનરાગમન કર્યું છે અને તેણે કમબેક કરતાની સાથે જ તે ટોપ અભિનેત્રીમાં સામેલ થઇ ગઇ છે અને તેની લોકપ્રિયતા પણ ઘણી જ વધી છે. રૂપાલી વિશે બહુ ઓછા લોકો જાણતા હશે કે તેણે 4 વર્ષની ઉંમરે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેના પિતા અનિલ ગાંગુલીએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું.

એ ફિલ્મમાં રૂપાલીએ દીના પાઠકના બાળકની ભૂમિકા ભજવી હતી. રૂપાલી 1985માં રિલીઝ થયેલી અમૃતા સિંહ અને અનિલ કપૂરની ફિલ્મ સાહેબમાં જોવા મળી હતી. રૂપાલી બેશક એક લોકપ્રિય નિર્દેશકની પુત્રી હતી, પરંતુ તેના માટે ઘણો સંઘર્ષ કરવો ખૂબ જ મુશ્કેલ હતો. પરંતુ હવે રૂપાલીને જે સ્ટારડમ મળી રહ્યું છે તેનાથી તે ખૂબ જ ખુશ છે. ખરા અર્થમાં રૂપાલીને 38 વર્ષ પછી એવી ઓળખ મળી જે તે હંમેશા ઇચ્છતી હતી.

Shah Jina