કરિનાનો છે ગરમા ગરમ મૂળાના પરોઠા ઘી સાથે ખાવાનો મૂડ, મા માટે દીકરા તૈમુરે ખેતરમાંથી તોડ્યા મૂળા

કરીનાના બાબાએ વાડીએ થી તોડ્યા મૂળા, ફઈએ કહ્યું મને ગર્વ છે તૈમુર પર, જુઓ PHOTOS

બોલીવુડની બેગમ એવી કરીના કપૂર અવાર નવાર પતિ સૈફ અલી ખાન અને બાળકો સાથે વેકેશન પર જતી રહે છે. પોતાની વ્યસ્તતામાંથી કરીના પોતાના બાળકો અને પતિ માટે સમય કાઢી જ લે છે અને ફરવા માટે દેશ વિદેશમાં જતી આવતી રહે છે. એવાઆ હાલમાં કરીના સૈફ અને બાળકો સાથે પોતાના દિલ્લી સ્થિત પટૌડી પેલેસમાં રજાઓ વિતાવી રહી છે.

ગત 27ઓગસ્ટના રોજ કરીના પરિવાર સાથે પટૌડી પેલેસ પહોંચી હતી. કરીના લગાતાર પોતાના રજાના દિવસોની તસવીરો સોશીયલ મીડિયા પર શેર જરતી રહે છે. ગત દિવસોમાં  કરીનાએ એક વિડીયો શેર કર્યો હતો જેમાં તે સૈફ સાથે બેડ મિન્ટન રમતી જોવા મળી હતી.એવામાં હાલમાં જ કરીનાએ અમુક તસવીરો શેર કરી છે જેમાં તેનો દીકરો તૈમુર ખેતરમાંથી મૂળા તોડતો દેખાઈ રહ્યો છે.કરીનાએ તૈમુરની ત્રણ તસ્વીર  શેર કરી છે જેમાં તે ડેનિમ બ્લુ જીન્સ અને વ્હાઇટ ટીશર્ટ પહેરેલો દેખાઈ રહ્યો છે.

બે તસ્વીરોમાં તૈમુર ખેતરમાંથી મૂળા તોડવાની કોશિશ કરી રહ્યો છે અને અન્ય એક તસ્વીરમાં તે હાથમાં મૂળો લઈને કેમેરા સામે પોઝ આપી રહ્યો છે. તૈમુરનો આ ક્યૂટ અંદાજ ચાહકોએ ખુબ પસંદ કર્યો છે. તસવીરો શેર કીને કરીનાએ કેપ્શનમા લખ્યું કે,”લંચ માટે ગરમા ગરમ મૂળાના પરોઠા ઘી સાથે”. અને સાથે ટીમટીમ હેશટેગ પણ આપ્યું છે. કેપ્શન પરથી લાગી રહ્યું છે કે કરીના લંચમાં મૂળાના પરોઠા ખાવાની છે. તૈમુરની આ તસવીરો પર શબા અલી ખાને પણ રિએક્શન આપ્યું છે અને કહ્યું કે મને ખુબ ગર્વ છે અને સાથે જ હાર્ટ ઈમોજી પણ બનાવી છે.

કરિનાની ડાઇટીશિયન ઋજુતાએ પણ તેના આ લન્ચ માટે કમેન્ટમાં મંજૂરી આપી છે.  કરીના કપૂરની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે. આ સિવાય તેની પાસે જાપાની નોવેલ આધારિત દ ડીવોશન ઓફ સસ્પેક્ટ એક્સ પર આધારિત સુજોય ઘોષની ફિલ્મ છે, જે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે. જ્યારે સૈફ વિક્રમ વેધા અને આદિપુરુષમા જોવા મળશે.

Krishna Patel