રણબીર કપૂર પાસેથી શીખો સારો પતિ બનવાનું હુનર, પત્ની આલિયા માટે કરી દીધુ એવું કે ચાહકો પણ બોલી ઉઠ્યા વાહ

ગર્ભવતી આલિયાના પગ સોજી ગયા, બ્લૂ ચંપલ અને નાનું ફ્રોક પહેરી એરપોર્ટ પહોંચી થવાવાળી મમ્મી આલિયા ભટ્ટ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પહેલીવાર સાથે જોવા મળવાના છે. બંને બોલિવૂડ સ્ટાર્સે તેમની આગામી ફિલ્મ માટે પ્રમોશન શરૂ કરી દીધું છે. હાલમાં જ બંનેને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. બંને છેલ્લા કેટલાક દિવસોથી હૈદરાબાદમાં હતા અને પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા હતા. રણબીર અને આલિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે,

જેના પછી ચાહકોએ રણબીર કપૂરની વાહ વાહ કરવાનું શરૂ કરી દીધુ છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમની ફિસ્મ સિવાય આલિયાની પ્રેગ્નેંસીને લઇને પણ ચર્ચામાં છે. પ્રેગ્નન્સીના તબક્કામાં તે સિમ્પલ છતાં સ્ટાઇલિશ આઉટફિટ્સમાં અવાર નવાર જોવા મળી રહી છે. હાલમાં તે પતિ રણબીર કપૂર સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન બંનેએ પેપરાજી માટે પોઝ પણ આપ્યા હતા. વિડિયોમાં જ્યાં રણબીર કપૂર બ્લેક ટી-શર્ટ અને જીન્સમાં જોવા મળી રહ્યો છે, તો આલિયા લૂઝ બ્લેક ડ્રેસમાં જોઈ શકાય છે, જેના પર કાર્ટૂન પ્રિન્ટ છે.

વિડીયો પર ચાહકો ભરપૂર પ્રેમ આપી રહ્યા છે. આલિયા અત્યાર સુધી પ્રેગ્નન્સી દરમિયાન પણ હાઈ હીલ્સમાં જોવા મળી હતી, પરંતુ આ વખતે તે ઢીલા ડ્રેસની સાથે આરામદાયક સ્લીપરમાં જોવા મળી હતી. આલિયા ભટ્ટ પણ પોતાની પ્રેગ્નેન્સી દરમિયાન કામમાં વ્યસ્ત છે અને પતિ રણબીર કપૂર સાથે બ્રહ્માસ્ત્રના પ્રમોશનમાં વ્યસ્ત છે, આ વીડિયોમાં જોવા મળ્યું હતું કે રણબીર કપૂર પત્ની આલિયા ભટ્ટ પાસે દોડીને આવે છે. આલિયા ભટ્ટ કારમાંથી નીચે ઉતરે છે,

ત્યારે રણબીર તેના માટે કારનો દરવાજો ખોલે છે અને તે તેનું સારી રીતે ધ્યાન રાખતો જોવા મળે છે. આ જોઈને રણબીરના ફેન્સ તેના વખાણ કરવા લાગ્યા. કેટલાક ચાહકોએ અભિનેતાના વખાણ કર્યા હતા અને તેમને કેરિંગ કહ્યા હતા, તો કેટલાકે લખ્યું હતું કે તે આલિયાની ખૂબ જ સારી રીતે સંભાળ રાખે છે.મળતી માહિતી મુજબ, બંને ફિલ્મની પ્રી-રિલિઝ ઇવેન્ટ બાદ હૈદરાબાદથી પરત ફર્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે પોતાનો પ્રતિભાવ આપ્યો અને લખ્યું- તે ઢીંગલી જેવી લાગે છે. જ્યારે બીજાએ લખ્યું- ખૂબ જ ક્યૂટ, બેસ્ટ કપલ.

બાકીના યુઝર્સ પણ આ જ રીતે પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળે છે.આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આ વર્ષે 14 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેના લગ્ન ટોપ સિક્રેટ રાખવામાં આવ્યા હતા. આ પછી, જૂનમાં, આલિયાએ સોનોગ્રાફી કરાવતી વખતે એક ફોટો શેર કરીને ચાહકો સાથે તેની ગર્ભાવસ્થાના ખુશખબર શેર કર્યા હતા. હાલમાં, તેની ફિલ્મ બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. બંને પહેલીવાર આ ફિલ્મમાં સાથે જોવા મળશે. આ ફિલ્મને બનાવવામાં ઘણો સમય લાગ્યો છે અને આ તેનો ડ્રીમ પ્રોજેક્ટ છે, જેને લઈને તે અત્યારે ખૂબ જ ઉત્સાહિત પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina