બાપાની વિદાઈ પર આંખો ભરાઈ આવી: ભારતી સિંહે દોઢ દિવસમાં જ બાપાને આપી વિદાઈ, દીકરા ગોલાની સાથે વિઘ્નહર્તાનુ કર્યું વિસર્જન

દેશભરમાં ગણેશ ઉત્સવ ધૂમ મચાવી રહ્યો છે. 31 ઓગસ્ટના રોજ અનેક જગ્યાએ વિઘ્નહર્તાની સ્થાપના કરવામાં આવી છે. એવામાં બોલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના લોકોએ પણ પોતાના ઘરમાં બાપાનું સ્વાગત કર્યું હતું. આ લિસ્ટમાં કોમેડિયન ભારતી સિંહનું નામ પણ શામિલ છે. માં બન્યા બાદ ભારતીની દીકરા સાથેની આ પહેલી ગણેશ ચતુર્થી હતી, એવામાં તેણે દીકરાને પણ બાપાનો આશીર્વાદ આપાવ્યો હતો.

આ સમયની ભારતીની ઘણી તસવીરો સામે આવી છે જેમાં તે પરિવાર સાથે દેખાઈ રહી છે અને દીકરાને બાપાનો આશીર્વાદ અપાવી રહી છે. એવામાં ઘરમાં બાપાની સ્થાપના બાદ માત્ર દોઢ જ દિવસમાં ભારતીએ બાપાનું વિસર્જન કર્યું છે, જેની તસવીરો પણ સામે આવી છે, ખાસ વાત એ છે કે બાપાની વિદાઈ વખતે ભારતીની આંખો આંસુથી ભરાઈ આવી હતી.

તસ્વીરોમાં ભારતી બાપાને ધામધૂમથી આગળના વર્ષે આવવાની કામનાની સાથે વિર્સજનની તૈયારીઓ કરી છે અને પૂજા-પાઠ પણ કર્યા છે. આ અવસર પર ભારતીએ લાઈટ પિન્ક અને સ્કાઈ બ્લુ કોમ્બિનેશન વાળું સૂટ પહેર્યું છે અને માથા પર દુપટ્ટો ઓઢી રાખ્યો છે.

ભારતીએ દિરકાને હાથમાં ઊંચકી રાખ્યો છે અને દીકરા સાથે બાપાના આશીર્વાદ લઇ રહી છે. પરિવારે પોતાના જ ઘરમાં એક આર્ટિફિશિયલ પોન્ડમાં બાપાનું વિસર્જન કર્યું હતું.આ વખતે પણ ભારતીએ પોતાના ઘરમાં ઇકો-ફ્રેન્ડકલી ગણેશજીની સ્થાપના કરી હતી. એક તસવરીમાં ભારતી બાપાના કાનમાં તેના ઘરની સુખ-સમૃદ્ધિ માટે મનોકામના કરતી પણ દેખાઈ રહી છે, ખાસ વાત એ છે કે ભારતી સાથે તેનો પતિ હર્ષ લીમ્બાચીયા જોવા મળ્યો ન હતો.

આ જ વર્ષે 3 એપ્રિલના રોજ ભારતીએ કયુટ દીકરાને જન્મ આપ્યો હતો જેનું નામ લક્ષ્ય રાખ્યું છે, જો કે પરિવાર પ્રેમથી દીકરાને ગોલા કહીને બોલાવે છે. કપલ હંમેશા પોતાના લાડલા દિરકા સાથેની તસવીરો શેર કરતા રહે છે.

Krishna Patel