ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકરે કરી લીધા લગ્ન ? લગ્નની તસવીરો જોતા જ ચાહકો પણ પડી ગયા અચંબામાં, જાણો શું છે આ લગ્નની તસવીર પાછળની હકીકત

છેલ્લા થોડા સમયમાં ગુજરાતી સિનેમાનો ડંકો દુનિયાભરમાં વાગ્યો છે અને લોકો હવે ગુજરાતી ફિલ્મો જોવા થિયેટરમાં જઈ રહ્યા છે. ગુજરાતી સિનેમાના ક્રિએટિવ પ્રોડ્યુસર નવી નવી વાર્તાઓ અને નવા ડિરેક્શન સાથે ગુજરાતી સિનેમાને આગળ વધારવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે કેટલાક કલાકારોએ પણ આ દુનિયામાં એક મોટું નામ બનાવી લીધું છે. એવો જ એક કલાકાર છે મલ્હાર ઠાકર.

“છેલો દિવસ” ફિલ્મ દ્વારા પોતાના અભિનયનો જલવો બતાવનાર મલ્હાર ઠાકર આજે ગુજરાતી ફિલ્મોનો સુપરસ્ટાર બની ગયો છે અને તેનું ફેન ફોલોઇંગ પણ જબરદસ્ત છે. મલ્હારનો એક લુક જોવા અને તેને મળવા માટે ચાહકોની ભીડ ઉમટી પડતી હોય છે. તો સોશિયલ મીડિયામાં પણ લોકો તેના અંગત જીવન વિશેની અપડેટ મેળવતા રહે છે.

ત્યારે હાલમાં મલ્હાર ઠાકરે લગ્ન કરી લીધા હોવાની ચર્ચાઓ પુરજોશમાં ચાલી રહી છે. અભિનેતા મલ્હાર ઠાકરની એક તસવીર ખુબ જ વાયરલ થઇ રહી છે જેમાં તે ગળામાં હાર પહેરીને એક યુવતી સાથે ઉભેલો જોઈ શકાય છે. જેને જોઈને ચાહકો હવે અનુમાન લગાવી રહ્યા છે કે મલ્હાર ઠાકર હવે લગ્ન બંધનમાં બંધાઈ ગયો છે.

મલ્હારના ચાહકો મલ્હારના લગ્નની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે આ તસવીરો પણ લોકોમાં કુતુહલ જગાવ્યું છે. પરંતુ આ તસવીર પાછળની સચ્ચાઈ તો કંઈક જુદી જ છે. હકીકતમાં મલ્હાર ઠાકરે લગ્ન નથી કર્યા પરંતુ આ વાયરલ થઇ રહેલી તસવીર તેની આગામી ફિલ્મના એક સીનની છે. જેમાં તેની સાથે જોવા મળતી છોકરી અભિનેત્રી પૂજા જોશી છે.

9 સપ્ટેમ્બરના રોજ મલ્હાર ઠાકર અને પૂજા જોશીની ફિલ્મ “વીર-ઈશાનું સીમંત” આવી રહી છે. આ ફિલ્મને લઈને હાલ મલ્હાર પ્રમોશનમાં વ્યસ્ત છે, ત્યારે સોશિયલ મીડિયામાં મલ્હાર અને પૂજા જોશીની ગળામાં હાર પહેરેલી અને લગ્ન બંધનથી જોડાયેલી આ તસવીર શેર કરવામાં આવી હતી. જે ખુબ જ વાયરલ થઇ ગઈ.

“વીર- ઈશાનું સીમંત” નીરજ જોશી દ્વારા દિગ્દર્શિત આગામી ગુજરાતી ફિલ્મ છે. તે મલ્હાર ઠાકર અને પૂજા જોશી અભિનીત નવકાર પ્રોડક્શનની ફિલ્મ છે. યુટ્યુબ પર છ દિવસ પહેલા એક ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેણે પહેલાથી જ નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું છે અને થોડા જ સમયમાં આ ટ્રેલર 1.4 મિલિયન વ્યૂઝને પાર કરી ચૂક્યું છે.

ફિલ્મની વાર્તા એક એવા કપલની આસપાસ ફરે છે જે બાળકને જન્મ આપવા માંગતા નથી અને પોતાની વ્યક્તિગત ઓળખ સાથે પોતાનું જીવન જીવવા માંગે છે. ટ્રેલરમાં ગર્ભાવસ્થા પ્રત્યે રોષ દર્શાવવામાં આવ્યો છે, જ્યારે મુખ્ય પાત્રો ગર્ભાવસ્થાને લગતા સામાજિક દબાણનો સામનો કરતી વખતે દંપતી તરીકે સંઘર્ષ કરે છે. ફિલ્મમાં ભરપૂર કોમેડી પણ જોવા મળશે.

મલ્હારના ચાહકો પણ હવે આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરથી સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં મલ્હાર ઠાકર અને પૂજા જોશી ઉપરાંત અભિનેત્રી છાયા વોરા, સોનાલી લેલે દેસાઈ અને અનુરાગ પ્રપન્ના જોવા મળવાના છે. ત્યારે હવે ફિલ્મ રિલીઝ થયા બાદ જોવા મળશે કે આ ફિલ્મમાં વીરા અને ઈશાન પરિવાર સામે ઝુકશે કે પોતાની રીતે જિંદગી જીવશે.

Niraj Patel