રાધિકા અનંતના લગ્નના રીત-રિવાજનો થયો શુભારંભ, નીતા અંબાણી બાંધણીમાં લાગ્યા ખૂબસુંદર- જુઓ વીડિયો

છેલ્લા ઘણા સમયથી અંબાણી પરિવાર અનંત અને રાધિકાના લગ્નને લઇ ચર્ચામાં છે. હવે પ્રિવેડિંગ કર્યા બાદ અનંત રાધિકાના લગ્નના કાર્યક્રમો ગુજરાતી રીત-રિવાજ સાથે પ્રારંભ થઇ ગયા છે. જી, હાં ગઇકાલે 3 જુલાઈના રોજ એન્ટિલિયા ખાતે કપલની મામેરુ સેરેમની થઈ હતી. જેમાં રાધિકા મર્ચન્ટ દુલ્હનની જેમ જ તૈયાર થઈને પહોંચી હતી. આ સાથે જ અંબાણી પરિવારની દરેક મહિલાઓ ખૂબ જ સુંદર તૈયાર થયેલ જોવા મળી હતી, જેમાંથી હાલ નીતા અંબાણીનો લુક ચર્ચાનો વિષય બન્યો છે.

રાધિકા અનંતના મામેરુ સેરેમનીમાં આખો પરિવાર ખૂબ જ મસ્તી કરતો જોવા મળ્યો હતો. આટલું જ નહીં અંબાણી પરિવારની મહિલાઓના પરંપરાગત અવતારે પણ લોકોને દિવાના બનાવી દીધા હતા. પરંતુ, બધાને પાછળ છોડીને નીતા અંબાણીએ ફરી એકવાર દિલ જીતી લીધું છે.

 

View this post on Instagram

 

A post shared by TheAmbaniWedding (@theambaniwedding)

60 વર્ષની નીતા અંબાણી એટલા સુંદર દેખાઇ રહ્યા હતા કે તેમના પરથી નજર હટાવી પણ મુશ્કેલ હતી. તે “હેડ ટૂ ટો” એકદમ પરફેક્ટ લાગી રહ્યા હતા. નીતા અંબાણીએ ફરી સાબિત કર્યુ છે કે તે એક ફેશનિસ્ટા છે.

આ કલર થીમ પર હતુ ફંક્શન
અનંત-રાધિકાના મામેરુ સેરેમનીમાં, બધા મહેમાનો અને સ્ટાર્સ કેસરી અથવા ગુલાબી રંગના કપડાંમાં જોવા મળ્યા હતા. જેના પરથી સ્પષ્ટ થયું કે આ પાર્ટીની કલર થીમ પહેલેથી જ નક્કી કરવામાં આવી હતી અને તેથી નીતા પણ પિંક કલરના લહેંગામાં જોવા મળી હતી. આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા અને તેણે જોરશોરથી ડાન્સ પણ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

બાંધણીના દુપટ્ટો બન્યો આકર્ષણનું કેન્દ્ર
નીતા અંબાણીએ આ ખાસ અવસર પર ગુલાબી બનારસી લહેંગા પહેર્યો હતો. હાફ સ્લીવ બ્લાઉઝ પર ગોલ્ડન સ્ટાર્સનું હેવી વર્ક કરવામાં આવ્યું હતું. લહેંગાની સાથે, નીતાએ તેના વાળ હળવા કર્લ કર્યા હતા અને તેને ખુલ્લા છોડી દીધા હતા. નીતાએ ગુલાબી લહેંગા સાથે મેચિંગ બાંધણીનો દુપટ્ટો લીધો હતો. તેની બોર્ડર પર ગોલ્ડન સિક્વન્સ અને ઝરી વર્ક કરવામાં આવ્યું હતું. આ લહેંગાને ખૂબ જ ઝીણવટ સાથે ડિઝાઇન કરવામાં આવ્યો હતો. આ સાથે જ નીતા અંબાણીએ હીરાનો હાર અને 3 મોટા નીલમણિથી શણગારેલી ઇયરિંગ્સ પહેરી હતી. ઉપરાંત હાથમાં હીરા અને નીલમણિની બંગડીઓ પહેરી અને સાથે આખો લુક કમ્પ્લીટ કરવા માટે નીતાએ મિનિમલ મેકઅપ કર્યો હતો.

મામેરુ સેરેમની શું છે?
મામેરુ એક ગુજરાતી વિવાહ પરંપરા છે. જે મામા દ્વારા નિભાવવામાં આવે છે. સામાન્ય રીતે દુલ્હનનું પાનેતર સાડી, આભુષણ, હાથી દાંતની ચૂડી મામા દ્વારા આપવામાં આવે છે. આ સમારોહ દરમિયાન, આખો પરિવાર ભેગા થાય છે અને વર અને વધુને આશીર્વાદ આપે છે. આ વિધિને ‘મામા ભાત’ અથવા ‘માયરા’ જેવા શબ્દો દ્વારા ઓળખવામાં આવે છે. આ વિધિ સદીઓ જૂની છે.

 

在 Instagram 查看这篇帖子

 

Manav Manglani (@manav.manglani) 分享的帖子

દલાલ પરિવારે કરી આ વિધિ
ઉલ્લેખનીય છે કે, અનંત અને રાધિકાના મામેરુ સેરેમની માટે નીતા અંબાણીની માતા પૂર્ણિમા દલાલ અને તેમની બહેન મમતા દલાલ આવ્યા હતા. આ સાથે જ નીતા અંબાણીના પિયરના અન્ય સંબંધીઓ પણ આ સેરેમનીમાં હાજર રહ્યા હતા. નીતા અંબાણી દરેકને મળીને તેમનુ વેલકમ કર્યુ. જે વીડિયોમાં જોઇ શકાય છે કે નીતા અંબાણી પરિવારના સભ્યોને મળી કેટલા ખુશ છે. લગ્નના રીત-રિવાજ એટલા માટે જ હોય છે કે પરિવારના બધા સભ્યો એકબીજાને મળી શકે.

yc.naresh