દેશના સૌથી ધનાટય વ્યક્તિ એવા મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા
અનંત અને રાધિકાના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. અનંત-રાધિકાના લગ્ન 12 જુલાઈના રોજ થવા જઈ રહ્યા છે અને આ પહેલા બુધવારથી શરૂ થયેલા આ ગુજરાતી લગ્નમાં અનેક વિધિઓ કરવામાં આવશે.અંબાણી પરિવારે ગુજરાતી રીતિ રિવાજ પ્રમાણે ગઈ કાલના રોજ માંમેરાનું આયોજન કર્યું હતું જેમાં રાધિકા મર્ચન્ટે પણ ભાગ લીધો હતો.
હંમેશાની જેમ અંબાણી પરિવારની થનારી ભાવિ વહુ રાધિકાનો લુક લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. સમારોહમાં અંબાણી પરિવારની મહિલાઓ ઓરેન્જ-ગુલાબી કોમ્બિનેશનવાળી થીમ ડ્રેસ પહેરીને જોવા મળી છે.
મામેરું સમારોહમાં દુલ્હન બનવા જઈ રહેલી રાધિકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. વાત કરીયે રાધિકાની તો મામેરુ સમારોહમાં તેનો લુક ખુબ જ ખાસ હતો અને બાંધેજ(બાંધણી) લહેંગામાં(ચણીયા ચોલી )તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. રાધિકાનો આ લહેંગો મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો.
રાધિકાના લહેંગા વિશે માહિતી આપતા ડિઝાઇનરે કહ્યું કે રાધિકાનો આ લહેંગા બાંધણીના 35 મીટરથી બનાવવામાં આવેલો છે. રાધિકાના લહેંગાની ખાસ વાત એ છે કે તેની ઉપર દેખાતી એમ્બ્રોઇડરી સોનાના જરદોસી તારથી બનાવવામાં આવી હતી.લહેંગા સાથે રાધિકાએ હેવી ગોલ્ડ ઘરેણા પહેરી રાખ્યા હતા અને બન હેરસ્ટાઇલ બનાવી રાખી હતી જેમાં તે એકદમ પરી જેવી લાગી રહી હતી. બીજી ખાસ વાત એ પણ છે કે રાધિકાના આ બાંધણી લહેંગાની બોર્ડર પર માતા દુર્ગાનો શ્લોક લખાયેલો હતો, જે લહેંગાની શોભા વધારી રહ્યો હતો.
નીતા અંબાણીએ પણ સમારોહમાં ગુલાબી બાંધણી પહેરી રાખી હતી જેમાં તે ખુબ જ સુંદર લાગી રહ્યા હતા. કપાળ પર લાલ ચાંદલો, ગળામાં લીલા રંગનો એમરાલ્ડ નેકલેસ અને મેચિંગ ઈયરરિંગ નીતા અંબાણીની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા.
અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા પણ મામેરું સમારોહમાં એકદમ પરી જેવી લાગી રહી હતી.શ્લોકાએ પણ ઓરેંજ- ગુલાબી લહેંગો પહેરી રાખ્યો હતો જેમાં તેની સુંદરતા છલકાઈ રહી હતી. અંબાણી પરિવારની દીકરી ઈશાએ પણ ઓરેંજ-ગુલાબી થીમ ફોલો કરી હતી અને સ્ટાઈલિશ સાડી પહેરી હતી. પોતાના લુકને કમ્પ્લીટ કરવા ઈશાએ ગ્રીન એમરાલ્ડ ઘરેણા પહેર્યા હતા અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા જેમાં તેનો લુક ગજબ લાગી રહ્યો હતો. આખરે અંબાણી પરિવારની મહિલાઓએ પોતાની સુંદરતાથી હંમેશાની જેમ ચાર ચાંદ લગાવી દીધા હતા.
View this post on Instagram