પત્ની નતાશાએ જણાવ્યું કે, કઇ રીતે પતિ હાર્દિક પંડ્યા વિના જીવી રહી છે…જુઓ

નતાશા સ્ટેનકોવિકે 2020માં હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા હતા. છેલ્લા કેટલાક સમયથી નતાશા અને હાર્દિક સાથે જોવા મળ્યા નથી. તે સાથે નતાશાએ એક પોસ્ટમાં જણાવ્યું કે તે પોતાનું જીવન કેવી રીતે જીવી રહી છે. લગ્ન બાદ નતાશા ફિલ્મોથી દૂર રહી હતી. તેણીએ તેના પતિ હાર્દિક અને પુત્ર સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરીને લાઈમલાઈટ મેળવતી હતી.

 

View this post on Instagram

 

A post shared by @natasastankovic__

આ બધું IPL 2024 થી શરૂ થયું હતું, જ્યારે નતાશા ક્રિકેટ મેચ દરમિયાન ગાયબ રહી હતી. તે હંમેશા હાર્દિકને ચીયર અપ કરવા માટે આવતી હતી, પરંતુ આ વખતે તે જોવા ન મળી. ત્યારબાદ તેણે સોશિયલ મીડિયા પર હાર્દિકને જન્મદિવસની શુભેચ્છા પણ આપી ન હતી અને તેની સાથે કોઈ પોસ્ટ પણ કરી ન હતી. T20 વર્લ્ડ કપ દરમિયાન પણ નતાશા હાર્દિક પંડ્યાની મેચમાં જોવા મળી ન હતી અને ભારતની જીત છતાં તેણે કંઈપણ પોસ્ટ કર્યું ન હતું.

 

View this post on Instagram

 

A post shared by @natasastankovic__

હાર્દિકે દેશમાં પાછા ફરીને પુત્ર સાથે ઉજવણી કરી હતી, પરંતુ નતાશા ત્યાં પણ હાજર ન હતી. હવે તેણે એક પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે તે પોતાનું જીવન કેવી રીતે જીવી રહી છે. 6 જુલાઈના રોજ, નતાશા સ્ટેનકોવિકે તેના Instagram એકાઉન્ટ પર ફોટા અને વીડિયોની એક સીરીઝ શેર કરી છે. તસવીરોમાં તે ક્યારેક કારમાં, ક્યારેક જીમમાં, પુત્ર સાથે મસ્તી કરતી તો ક્યારેક એસ્ટ્રોનોટ લુકમાં પોઝ આપી રહી છે.

સોશિયલ મીડિયા પર એક ફોટો નતાશાએ બ્લેક સ્કર્ટ અને વ્હાઇટ ટોપ સાથે મિરર સેલ્ફી લીધી છે. અન્ય એક ફોટોમાં તે સુંદર દૃશ્યની ઝલક બતાવી રહી છે. આ પોસ્ટ સાથે નતાશાએ કેપ્શનમાં લખ્યું છે કે, “હું કૃતજ્ઞતામાં જીવન જીવી રહી છું.”

yc.naresh