અનંત-રાધિકાની સંગીત સેરેમનીમાં સલમાન ખાન મન મૂકીને નાચ્યો, રાધિકાએ લગાવી લીધો ગળે તો અનંતે હાથ પર કર્યું ચુંબન, જુઓ વીડિયો

ભાઈજાન પર આવ્યો અનંત અને રાધિકાને પ્રેમ, અનંતે હાથ પર કિસ કરી તો રાધિકાએ કર્યું હગ, ડાન્સ કરીને સલામને પણ જીત્યા દિલ, જુઓ વીડિયો

Salman at Anant-Radhika Sangeet Night : ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર 12 જુલાઈના રોજ લગ્ન કરશે. તે તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આ પહેલા કપલના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. રાધિકા-અનંતની સંગીત સેરેમની 5મી જુલાઈએ થઈ હતી જેમાં બોલિવૂડ સ્ટાર્સ હાજર રહ્યા હતા. આ દરમિયાન બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પણ પ્રસંગમાં આકર્ષણ જમાવવા પહોંચ્યો હતો.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સેરેમનીમાં પહોંચેલા સલમાન ખાને કપલ સાથે ખૂબ જ ડાન્સ કર્યો હતો અને ખૂબ જ મસ્તી કરી હતી. વરરાજા અને વર-વધૂએ પણ સુપરસ્ટાર પ્રત્યે ઘણો આદર દર્શાવ્યો હતો. સંગીત સેરેમનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં અનંત અંબાણી સલમાનને સલામ કરતા અને તેના હાથને ચુંબન કરતા જોવા મળે છે. દુલ્હન બનનારી રાધિકા ભાઈજાનને ગળે લગાવતી જોવા મળે છે.

વાયરલ વીડિયોમાં સલમાન ખાન બ્લેક કલરની ટી-શર્ટ અને પેન્ટ પહેરેલો જોવા મળી રહ્યો છે. અનંત અંબાણી લેધર જેકેટમાં જોવા મળે છે. રાધિકા મર્ચન્ટ સિલ્વર કલરના લહેંગામાં સુંદર લાગી રહી છે. સલમાનને જોઈને અનંત પહેલા તેને હાથ વડે સલામનો ઈશારો કરે છે અને પછી તેના બંને હાથને ચુંબન કરે છે. બાદમાં સલમાન અને રાધિકા એકબીજાને ભેટી પડે છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

વીડિયોમાં સલમાન ખાન ડ્રમ વગાડતો, તાળીઓ પાડતો અને ડાન્સ કરતો જોઈ શકાય છે. આ સિવાય તે અનંત અને રાધિકા સાથે ભાંગડા પણ જોરશોરથી કરે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં સલમાન અને અનંત વચ્ચેના બોન્ડને જોઈને ફેન્સ ખૂબ જ ખુશ છે અને અનંતના હાવભાવના વખાણ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Niraj Patel