વરસાદ માટે હજુ કેટલી જોવી પડશે રાહ ? આખરે આવી ગઈ અંબાલાલ પટેલની આગાહી સામે, આ જિલ્લામાં આવશે પૂર, જુઓ શું કહ્યું ?

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Predictions of Rain Ambalal Patel : ગુજરાતની અંદર વરસાદ હાથતાળી અપાઇને ચાલ્યો ગયો છે, રોજ વાદળાં ચઢીને આવે છે અને વરસ્યા વગર ચાલ્યા જાય છે, ત્યારે ખેડૂતો પણ હવે કાગડોળે રાહ જોઈને બેઠા છે, ત્યારે આ બધા વચ્ચે હવે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી ગઈ છે. અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગામી 24 કલાકની અંદર સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું કે “આગામી 15 જુલાઈથી રાજ્યમાં સારો વરસાદ વરસી શકે છે. તો 17 જુલાઈથી વરસાદનું જોર વધશે. હાલ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ ન થવાને લઈ વરસાદ નથી આવી રહ્યો. મેઘસવારી હવે ઐરાવત પર સવાર થઈને ગુજરાતમાં આવશે. ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.”

વધુમાં અંબાલાલે જણાવ્યું કે “દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. ભાવનગર, બોટાદ અને અમરેલીમાં ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. ગુજરાતમાં વરસાદના સંકેત ઉજળા થયા છે. 15 અને 16 જુલાઈના રોજ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ આનુષંગિક સિસ્ટમના કારણે 17થી 24 દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.”

અંબાલાલે આહવા, ડાંગ, વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે. દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર આહવા, ડાંગ અને વલસાડમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. અરવલ્લી અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન પવનની ગતિ 30 કીમી પ્રતિ કલાકથી 50 કીમી પ્રતિ કલાકની રહેશે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel