અનંત-રાધિકાની પીઠીમાં લથબથ થઈને એન્ટિલિયાની બહાર જતા જોવા મળ્યા આકાશ અંબાણીના સાસુ, લોકો બોલ્યા, “પીઠી રમ્યા કે હોળી ?”, જુઓ વીડિયો

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Mona Mehta in Ananta-Radhika Haldi : મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે ફરી એકવાર શહેનાઈ ગુંજવા જઈ રહી છે. અંબાણી પરિવારના લાડકા નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે. લગ્નને હવે માત્ર 3 દિવસ બાકી છે. લગ્નના કાર્યક્રમો પણ ચાલુ છે. લગ્ન પહેલાની તમામ વિધિઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. અંબાણી પરિવારના દરેક સભ્ય આ મેગા ઈવેન્ટને ભવ્ય બનાવવા માટે વ્યસ્ત છે.

છેલ્લા ઘણા મહિનાઓથી લગ્નના કાર્યક્રમો ચાલી રહ્યા છે, લગ્ન પહેલાની ઉજવણીઓ બાદ હવે બંધ તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે. લગ્નની વિધિ મામેરુથી શરૂ થઈ હતી અને ત્યારબાદ સંગીત અને હલ્દી સમારોહ યોજાયો હતો. સોમવારે જ હલ્દી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડ સ્ટાર્સની યાદી જોવા મળી હતી.

જેમાં જ્હાન્વી કપૂર, સારા અલી ખાન, અનન્યા પાંડે, સલમાન ખાન, રણવીર સિંહ જેવા ઘણા સ્ટાર્સે આ ઇવેન્ટમાં હાજરી આપી અને તેને ખાસ બનાવી. હલ્દી સેરેમનીમાં બધા જ પીળા રંગમાં રંગાયેલા જોવા મળ્યા, આ સ્ટાર્સે માત્ર પીળા આઉટફિટ જ નહીં પહેર્યા પરંતુ પીઠીમાં નહાતા પણ જોવા મળ્યા.

આ સાથે એક અન્ય વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં આકાશ અંબાણીના સાસુ પણ પીઠીમાં લથબથ થઈને બહાર આવતા જોઈ શકાય છે. પેપરાજી દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આકાશ અંબાણીના સાસુ એટલે કે શ્લોકા મહેતાની મમ્મી મોના મહેતા એન્ટિલિયાની બહાર તરફ જઈ રહ્યા છે અને તેમના આખો ચહેરો પીઠીથી રંગાયેલો છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel