એક્સપ્રેસ હાઇવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો, ઓવરટેક કરવાના ચક્કરમાં ડબલ ડેકર બસની થઇ દૂધના ટેન્કર સાથે ટક્કર, 18 લોકો ઊંઘમાં જ મોતને ભેટ્યા

Double Decker Bus Accident  : ગુજરાત સમેત દેશભરમાં અકસ્માતના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે, જેમાં કેટલાય લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે, રોજ બરોજ કોઈને કોઈ અકસ્માતની ખબર સામે આવતી રહે છે, ત્યારે હાલ એક એવા જ અકસ્માતે આખા દેશમાં માતમ પ્રસરાવી દીધો છે. ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે.

બસ બિહારના શિવહરથી દિલ્હી જઈ રહી હતી. યુપીના ઉન્નાવમાં લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે પર એક ટેન્કર અને ડબલ ડેકર બસ વચ્ચે ટક્કર થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 18 મુસાફરોના મોત થયા હતા. મૃતકોમાં 14 પુરૂષ મુસાફરોનો સમાવેશ થાય છે. આ સિવાય બે મહિલાઓ અને બે બાળકોના પણ અકસ્માતમાં મોત થયા હતા. 30 મુસાફરો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે.

અકસ્માત એટલો ભયાનક હતો કે બસ અથડાતાની સાથે જ ઘણી વાર પલટી ગઈ હતી. આ પછી તેના ટુકડા થઈ ગયા. અકસ્માત એટલો ભયાનક હતો કે અથડામણનો અવાજ આસપાસના ગામોમાં સંભળાયો હતો. લોકોને લાગ્યું કે ક્યાંક બોમ્બ ફૂટ્યો છે.

થોડી જ વારમાં અકસ્માતના સમાચાર જંગલમાં આગની જેમ ફેલાઈ ગયા. આ પહેલા મંગળવારે દિલ્હીથી સિવાન જઈ રહેલી બસને અકસ્માત નડ્યો હતો, જેમાં પાંચ મુસાફરોના મોત થયા હતા. આમ બે દિવસમાં બે ભયાનક અકસ્માતોએ લોકોને હચમચાવી દીધા છે. સીએમ યોગી આદિત્યનાથે ઉન્નાવ બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સવારે લગભગ સાડા ચાર વાગ્યે ઉન્નાવના બાંગરમાઉ કોતવાલી પાસે અકસ્માતની જાણ થઈ હતી.

અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. જેમાં હોસ્પિટલની બહાર રાખવામાં આવેલા મૃતદેહો દેખાઈ રહ્યા છે. આ સિવાય અકસ્માત સ્થળે બસના વેરવિખેર ટુકડાઓ પણ ઘટનાની તીવ્રતા દર્શાવે છે. અકસ્માતની માહિતી મળતા જ ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

વહીવટીતંત્ર અને પોલીસની ટીમ ઘાયલોને હોસ્પિટલ લઈ ગઈ છે. લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે પર અકસ્માત બાદ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. વાહનોની કતાર લાગી હતી. પોલીસ અને પ્રશાસનની ટીમે તમામ વાહનોને આગળ ખસેડ્યા હતા.

મીડિયા રિપોટ્ર્સ અનુસાર, ઉન્નાવના ડીએમ ગૌરાંગ રાઠીએ જણાવ્યું હતું કે, “આ દુર્ઘટના અંદાજે સવારે 5.15 આસપાસ બનેલી હતી. બિહારના મોતિહારીથી આવી રહેલી એક ખાનગી બસ દૂધ ભરેલા ટેન્કર સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 18 લોકોના મોત થયા હતા, જ્યારે 19 મુસાફરો ઘાયલ થયા હતા. પ્રારંભિક તપાસ દર્શાવે છે. કે તમામ ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે.

દિવ્યભાસ્કર અનુસાર, બસમાં સવાર એક મુસાફર મોહમ્મદ ઉર્સે જણાવ્યું છે કે- હું શિવહરનો રહેવાસી છું. જયારે આ દુર્ઘટના થઇ ત્યારે હું સૂતો હતો ત્યારે જોરદાર ધડાકાનો અવાજ આવ્યો હતો. જાણે ભૂકંપ આવ્યો હોય એવું લાગ્યું. હું બસની બીજી બાજુ બેઠો હતો. માટે મોતથી બચી ગયો હતો. મારા હાથમાં ઈજા થઈ છે. અન્ય ઘાયલ પ્રદીપે જણાવ્યું કે અમે સૂતા હતા. કંઈ સમજાતું જ નહોતું. મેં આંખ ખોલી તો બધા રસ્તા પર પડેલા હતા.

પ્રત્યક્ષદર્શી નરેશ કુમારે કહ્યું- હું ખેતર બાજુ જતો હતો ને અચાનક જ જોરદાર અવાજ સંભળાયો પછી જોયું તો બસ અને ટેન્કર વચ્ચે ટક્કર થઈ હતી. લોકો અમને બચાવો બૂમો પાડી રહ્યા હતા. આ દુર્ઘટના જોતાં જ મારું હૃદય કંપી ઊઠ્યું. 10 લોકો રસ્તાની વચ્ચે મૃત હાલતમાં પડ્યા હતા.

Niraj Patel