દીકરાની હલ્દી સેરેમનીમાં સાસુમા નીતા અંબાણીનો ગ્લેમરસ લુક,કુર્તા-સલવારમાં અતિ સુંદર દેખાયા, જુઓ PHOTOS

અંનત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના ફંક્શન શરુ થઇ ગયા છે. સંગીત, ગૃહશાંતિ બાદ હલ્દી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારે મુકેશ અંબાણીએ એન્ટિલિયા સ્થિત તેમના ઘરે પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની હલ્દી-મેંહદી સેરેમનીનું આયોજન કર્યું હતું. 12 જુલાઈના રોજ સાત ફેરાના 3 દિવસ પહેલા હલ્દી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Nita ambani haldi ceremony 1

અંબાણી પરિવારના દરેક સભ્યો પોતાની સ્ટાઈલ બતાવી રહ્યા છે. આ બધાની વચ્ચે નીતા અંબાણી અનોખી સ્ટાઈલમાં જોવા મળ્યા હતા. હમેંશા દર ફંક્શનમાં સાડી પહેરનારા નીતા અંબાણીએ દીકરાની પીઠીની વિધિમાં ભવ્ય ડ્રેસ પહેર્યો હતો. વધારે સાડીમાં જોવા મળતા અરબોની માલકિન નીતા અંબાણીનો હૈદરાબાદી પ્રેમ જોવા મળ્યો હતો. આ દરમિયાન નીતા અંબાણીએ કુર્તા,સલવાર સાથે દુપટ્ટો કેરી કર્યો હતો.નીતા અંબાણી અલગ હોવા ઉપરાંત, તેમની શાહી શૈલીથી પણ લાઈમલાઈટ મેળવી છે.

Nita ambani haldi ceremony 2

નીતા અંબાણીએ પીઠી સેરેમની માટે તેમના આઉટફિટને કસ્ટમ બનાવવા માટે તેમના મનપસંદ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ડિઝાઈનર આઉટફીટ માંથી એકને પસંદ કર્યો. નીતા અંબાણી એ હૈદરાબાદી કુર્તો, ચૂડીદાર સલવાર અને દુપટ્ટો પહેચ્યો હતો. જેમાં તે ખુબ સુંદર લાગી રહ્યા હતા.

નીતા અંબાણીની આઉટફિટ ક્લાસિક હૈદરાબાદી કુર્તાથી પ્રેરિત છે. કુર્તા સોનાની જેમ ચમકે છે અને તેમાં પ્રાચીન ઝરી અને જરદોશી ભરતકામ છે. તેની ફુલ સ્લીવ્ઝની બોર્ડર સિલ્વર-ગોલ્ડ મેટથી બનાવવામાં આવી છે. નીતા અંબાણીના આ ખાસ કપડાંને સુંદર બનાવવાનું કામ ખાસ કારીગરોએ જટિલ ભરતકામ કરીને કર્યું છે.

આ હૈદરાબાદી કુર્તા ખાડા દુપટ્ટા સાથે સ્ટાઈલ કરવામાં આવે છે, જે ડબલ ડ્રેપમાં છે. આ દુપટ્ટાની બોર્ડર પણ ઝીણી ચાંદી-ગોલ્ડ મેટિંગ ટેકનિકથી બનાવવામાં આવી છે. ઝરી અને જરદોશી વર્ક પણ છે. આ કપડામાં નીતા અંબાણી આ ઉંમરે પણ પોતાની વહુઓને ટક્કર આપી રહી છે.

nita ambani haldi ceremony 3

નીતા અંબાણીએ પીઠી માટે ગોલ્ડ-સિલ્વર મેચિંગ જ્વેલરી પણ પહેરી હતી. તેણીએ હીરા જડેલા મોટા ડ્રોપ ઇયરિંગ્સ સાથે માંગ ટીકો પણ પહેર્યા હતા. એટલું જ નહીં, ત્યારે આ હૈદરાબાદી લુકને ગોલ્ડન પ્લેટફોર્મ હીલ્સ પહેરી હતી.

 

View this post on Instagram

 

A post shared by YPB (@yourpoookieboo)

આ ફંક્શનમાં સલમાન ખાન, સારા અલી ખાન, જાહન્વી કપૂર, અર્જુન કપૂર, અનન્યા પાંડે, માનુષી છિલ્લર અને રણવીર સિંહ સહિત બોલિવૂડના ઘણા સેલેબ્સ સામેલ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Nita Ambani (@nita_ambaniofficial_)

રાધિકા મર્ચન્ટની બહેન અંજલી પણ અહીં પહોંચી હતી. અંજલીએ આ પ્રસંગે ડિઝાઈનર જયંતી રેડ્ડીના બનારસી લહેંગો પહેર્યો હતો. તેની કિંમત 3.5 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી અને તેમની પત્ની ટીના અંબાણી સહિત પરિવારના ઘણા સભ્યોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રાધિકાના પિતા વિરેન મર્ચન્ટ, માતા શૈલા મર્ચન્ટ અને બહેન અંજલિ પણ અહીં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nita Ambani (@nita_ambaniofficial_)

ઉલ્લેખનીય છે કે, મોડી રાત સુધી ચાલેલા આ સમારોહમાં ઉદિત નારાયણ અને રાહુલ વૈદ્યે પર્ફોર્મન્સ આપ્યું હતું. આ કાર્યક્રમ પરંપરા, સંગીત અને ઉજવણીથી ભરેલો હતો. મનોરંજનની સાથે ઈમોશનલ ટચ આપવા માટે, ઉદિતે ‘મહેંદી લગા કે રખના’, ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ અને ‘બોલે ચૂડિયાં’ જેવાં ગીતો રજૂ કર્યાં.

yc.naresh