અમદાવાદના પાલડીમાં પ્રોફેસર દીકરાએ જ પોતાની માતાનું ગળું કાપીને કરી નાખી હત્યા અને પછી ભર્યું એવું પગલું કે….

Son killed mother in Ahmedabad : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યા અને આત્મહત્યાના બનાવો સતત સામે આવી રહ્યા છે. ઘણા લોકો ડિપ્રેશનમાં આવીને આપઘાત કરી લેતા હોય છે તો ઘણા લોકો અંગત અદાવતમાં કે કોઈ અન્ય કારણો સર આપઘાત જેવા પગલાંઓ ભરતા હોય છે. ત્યારે હાલ અમદાવાદમાંથી એક ચોંકવાનારી ખબર સામે આવી છે, જેમાં પ્રોફેસર દીકરાએ છરીના ઘા ઝીંકી અને પોતાની સગી માતાની જ હત્યા કરી નાખી અને પછી પોતે પણ આપઘાત કરી લીધો.

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા GLS કોલેજના પ્રોફેસ મૈત્રેય ભગત પોતાની માતા સાથે મહાલક્ષ્મી ફ્લેટમાં રહેતા હતા. આ ફ્લેટમાં બંને મા-દીકરો એકલા જ રહેતા હતા. મૈત્રેય રોજ વહેલી સવારે નોકરી પર ચાલ્યો જતો હતો.  પરંતુ બુધવારના દિવસે દરવાજો બંધ હોવાથી પાડોશીઓને શંકા જતા તેમને પોલીસને આ અંગે જાણ કરી હતી, અને પોલીસે આવીને કોઈક રીતે દરવાજો ખોલ્યો હતો.

જયારે પોલીસે ફ્લેટની અંદર જોયું ત્યારે તેમના પણ હોશ ઉડી ગયા. પોલીસને ફ્લેટમાંથી માતા અને દીકરાની લાશ મળી આવી હતી. પોલીસ સાથે FSLની ટીમ પર ઘટના સ્થળ પર આવી ગઈ હતી. પાડોશીઓનું કહેવું છે કે મૈત્રેય ઘણા દિવસથી ડિપ્રેશનમાં રહેતો હતો, માતા અને દીકરો ઘરમાં એકલા જ રહેતા હતા. તેની બહેન સુરતમાં રહે છે. ત્યારે આ ડિપ્રેશનમાં જ મૈત્રેયે તેની માતાની હત્યા કરી અને પોતે આપઘાત કરી લીધો હોઈ શકે છે.

42 વર્ષીય મૈત્રેય ભગત અપરણિત છે અને તેની માતા સાથે આ ફ્લેટમાં રહેતો હતો. મૈત્રેય અમદાવાદની GLS કોલેજમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર હતા. પિતા ડોક્ટર હતા, જેનું છ વર્ષ પહેલા અવસાન થયું હતું. માતાની હત્યા બાદ પુત્રએ આત્મહત્યા કરી હોવાની વાત સાંભળીને પડોશીઓ પણ ચોંકી ઉઠ્યા છે. 75 વર્ષીય માતા દત્તા ભગત એક સારી અને હિંમતવાન મહિલા હતી. પોતાના દીકરા સાથે એકલા હસી ખુશીથી રહેતા હતા. બંને વચ્ચે ક્યારેય કોઈ દલીલ પણ ના થઇ હોવાનું પાડોશીઓએ જણાવ્યું, તે છતા આમ કેમ બન્યું એ તપાસનો વિષય છે.

Niraj Patel