ગુજરાતી ગરબા ક્વિન કિંજલ દવેએ અંબાણી પરિવારને ગરબે ગુમાવ્યા, પોતાના સુરના તાલ પર અનંત અને રાધિકા પણ મન મૂકીને ઝૂમ્યા
Kinjal Dave performed at Ambani’s event : દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને સૌથી ધનિકોની યાદીમાં સુમાર મુકેશ અંબાણીના ઘરમાં હાલ શરણાઈઓ ગુંજી રહી છે. તેમના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે 12 જુલાઈના રોજ યોજાવવાના છે, ત્યારે છેલ્લા થોડા દિવસથી અંબાણી પરિવારમાં વિવિધ પ્રસંગો પણ ચાલી રહ્યા છે, જેમાં મામેરું, સંગીત સંધ્યા, ગરબા નાઈટ, પીઠી અને મહેંદી જેવા પ્રસંગો યોજાયા.
અંબાણીના પ્રસંગોમાં દેશ વિદેશના મોટા મોટા દિગ્ગજ કલાકારો પર્ફોમન્સ કરવા માટે આવ્યા હતા, ત્યારે આ બધા વચ્ચે હવે કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં ગુજરાતી ગરબા ક્વિન કિંજલ દવે પણ પર્ફોમન્સ કરવા માટે અંબાણી પરિવારમાં સામેલ થતી જોવા મળી રહી છે. કિંજલ દવેએ તેના સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેના દ્વારા આ માહિતી મળી છે.
કિંજલે શેર કરેલી તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે તે મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથે ઉભા રહીને પોઝ આપી રહી છે, આ ઉપરાંત તે અનંત અંબાણી સાથે પણ પોઝ આપતી જોવા મળી રહી છે. આ ઉપરાંત કિંજલે વિડીયો પણ શેર કર્યા છે જેમાં અંબાણી પરિવારના સદસ્યો અને મહેમાનો ગરબે ઘુમતા પણ જોવા મળી રહ્યા છે.
કિંજલ દવે દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં તે પર્ફોમન્સ આપતી પણ જોવા મળે છે. આ તસવીરો પોસ્ટ કરવાની સાથે કિંજલ દવેએ કેપશનમાં લખ્યું છે કે, “ગત રાત્રે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના મોસાળું અને રાસ ગરબા ફંક્શનમાં પર્ફોમન્સ કર્યું. અમારી સાથે રહેવા બદલ ઉદ્યોગપતિઓ અને અંબાણીનો ખૂબ ખૂબ આભાર, તમે લોકો ગુજ્જુઓનું ગૌરવ અને હૃદય છો.
કિંજલ દ્વારા શેર કરવામાં આવેલી આ તસીવરો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે અને લોકો પણ કિંજલ દવેના આ પર્ફોમન્સ માટે તેને શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે. સાથે જ ઘણા લોકો કિંજલનમે ગુજરાતનું ગૌરવ પણ ગણાવી રહ્યા છે. ચાહકો ઉપરાંત અન્ય સેલેબ્સ પણ કિંજલની આ પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે.
અનંત-રાધિકાના લગ્ન સમારોહ 12 જુલાઈએ Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે, તે ત્રણ દિવસ સુધી ચાલશે. મુકેશ અંબાણીએ આ ભવ્ય વેડિંગ ફંક્શનની યાદગાર પળોને કેપ્ચર કરવા માટે લોસ એન્જલસથી ટોપ લેવલના ફોટોગ્રાફર્સ અને કેમેરા પર્સનને બોલાવ્યા છે. એટલું જ નહીં, અંબાણી દ્વારા આમંત્રિત વિદેશી મહેમાનો માટે ખાનગી જેટની વ્યવસ્થા છે અને આ ફંક્શનનો ડ્રેસ કોડ ભારતીય ઔપચારિક રાખવામાં આવ્યો છે.
View this post on Instagram