અંબાણી પરિવારની થનારી વહુ રાધિકા મર્ચન્ટે પોતાની સાસુ નીતા અંબાણીનો રુબી જડેલો હાર માંગ્યો, સુંદરતામાં લાગ્યા ચાર ચાંદ, જુઓ

થનાર સાસુ નીતા અંબાણીના રુબી જડેલા હારમાં વહુ રાધિકા મર્ચન્ટ લાગતી હતી એકદમ સુંદર, જોનારની નજર તેના પર જ ટકી ગઈ, જુઓ તસવીરો

Radhika wore Nita Ambani’s necklace : આ દિવસોમાં દરેક લોકો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અનંત અંબાણી 12 જુલાઈએ તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ દિવસોમાં પ્રી-વેડિંગ સેલિબ્રેશન ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. 5 જુલાઈ યોજાયેલા સંગીત સમારોહમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે ભાગ લીધો હતો.

આ સંગીત રાત્રિમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. સંગીત ફંક્શનની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ફંક્શનમાં અનંત અને રાધિકાએ પહેરેલ ડ્રેસ ખૂબ જ સુંદર હતો. અનંતે બ્લેક બેઝ પર હેવી ગોલ્ડન વર્કવાળો સૂટ પહેર્યો હતો, જ્યારે રાધિકા ગોલ્ડન કલરના લહેંગામાં જોવા મળી હતી. ઓફ શોલ્ડર ટોપ સાથે આ લેહેંગામાં રાધિકા સુંદર લાગી રહી હતી.

આ ચમકદાર સંગીત સમારોહનો ડ્રેસ કોડ ભારતીય રીગલ ગ્લેમ હતો, જેમાં રાધિક અને અનંત તેમના ભારતીય પોશાકમાં શાનદાર દેખાતા હતા. સેલિબ્રિટી ફેશન સ્ટાઈલિશ શાલીના નાથાનીએ ક્લાસિક બંધગાલામાં જટિલ ફ્લોરલ એમ્બ્રોઈડરી સાથે અનંતને સ્ટાઈલ કર્યો. તેના પર ગોલ્ડન ઝરી, કસાબ અને સિક્વિન એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી. આ ડ્રેસની ખાસ વાત એ હતી કે ઝરી વર્ક રિયલ ગોલ્ડથી કરવામાં આવ્યું હતું.

આ ફંક્શનમાં રાધિકા મર્ચન્ટે ગળામાં જે નેકલેસ પહેર્યો હતો તેની ખુબ જ ચર્ચાઓ થઇ હતી. આ નેકલેસ હીરા-પન્નાનો હતો. જે રાધિકાએ તેના સાસુ પાસેથી લઈને પહેર્યો હતો. આ નૅકલેસમાં રાધિકા ખુબ જ સુંદર લાગી રહી હતી, દરેક વ્યક્તિ રાધિકાના લુક અને તેના નૅકલેસના વખાણ કરતા થાકતા નહોતા.

Niraj Patel