જ્યોતિષ અનુસાર શાસ્ત્ર અનુસાર, અમુક સમયના અંતરે ગ્રહો-નક્ષત્રો પોતાનું સ્થાન બદલે છે, જેની અસર રાશિ પર જોવા મળે છે. ગ્રહ એક સમય બાદ રાશિ પણ પરિવર્તન કરે છે. તેઓ એક રાશિમાં લગભગ 18 મહિના સુધી રહે છે. રાશિ સાથે એક સમય બાદ નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. જણાવી દઈએ કે રાહુ 8 જુલાઈ સવારે 8 વાગ્યાને 11 મિનિટ પર શનિના નક્ષત્રમાં ઉત્તરાભાદ્રપદમાં પ્રવેશ કરી લીધો છે. જ્યાં તેઓ લગભગ સાવ આઠ મહિના એટલે 16 માર્ચ 2025 સુધી રહેશે.
ઉલ્લેખનીય છે કે, હજુ સુધી રાહુ બુધના નક્ષત્ર રેવતીમાં બિરાજમાન હતો. ત્યાં જ હવે પોતાના પરમ મિત્ર શનિના નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે. એવામાં રાહુ શનિના પ્રભાવથી 10 ઘણો વધુ બળશાળી થઇ જાય છે જે વધુ શુભ માનવામાં આવે છે, જે જીવનમાં કઈ નવું કરવા માટે પ્રેરિત કરે છે. એવામાં રાહુનું આ નક્ષત્રમાં હોવું ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે.
આ સમયે શનિ ગુરુના નક્ષત્ર પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં બિરાજમાન છે અને રાહુ ઉત્તરાભાદ્રપદમાં જશે. એવામાં બંને ગ્રહોના શુભ નક્ષત્રમાં હોવાથી ફળ પણ શુભ જ હશે. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તમારી કુંડળીમાં રાહુની સ્થિતિ સારી છે કે ખરાબ? જો તમારી કુંડળીમાં રાહુ સારી સ્થિતિમાં છે, તો તમારી બધી ઈચ્છા પુરી કરશે. ત્યાં જ ખરાબ છે તો રાજામાંથી રંક બનતા સમય નહિ લાગે.
મકર રાશિ:
મકર રાશિના લોકો પર આ પરિવર્તનની અસર સારી રહેવાની છે. મકર રાશિના લોકો માટે રાહુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમારી કુંડળીમાં રાહુની મહાદશા ચાલી રહી છે, તો શનિ આ રાશિના લોકોને લાભ આપશે. આ સાથે જ શનિદેવની સાડાસાતીનો અંતિમ ચરણ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં શનિ ઘણું બધું કરશે.
રાહુની સારી સ્થિતિ તમને અત્યંત દૂરંદેશી અને ચતુર બનાવશે. તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકશો. રાહુ તમારા જુસ્સા, મહત્વાકાંક્ષાને વધારવામાં મદદ કરશે. જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો, તો તમને આ સમયગાળા દરમિયાન લાભ મળશે. વિદેશથી વધુ લાભ મળવાની સંભાવના છે.
તુલા રાશિ:
રાહુ નક્ષત્ર બદલ્યા બાદ આ રાશિમાં છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં, તે આ રાશિના લોકોને જબરદસ્ત લાભ આપવા જઈ રહ્યો છે. તુલા રાશિના લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. આ રાશિના જાતકો ધન ભાવના સંપૂર્ણ રીતે જાગૃત રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને લાભ મળી શકે છે. આ રાશિના લોકો રાજનીતિ, પોલીસ, સેના, રમતગમત વગેરે ક્ષેત્રોમાં પોતાના પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડીને આગળ વધશે. તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. બેરોજગાર લોકોને સફળતા મળી શકે છે. નવી નોકરીની શોધ પૂર્ણ થઈ શકે છે.
રાહુના પ્રભાવને કારણે કોઈ શત્રુ તમારી સામે ટકી શકશે નહીં. રાહુ તમારી પીઠ પાછળ તમને નુકસાન પહોંચાડનારાઓને ઓળખવાની ક્ષમતા ધરાવે છે. રાહુ તમને ખૂબ જ સ્માર્ટ અને હોશિયાર બનાવશે, જેના કારણે તમે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશો. કોર્ટના મામલામાં સફળતા મળી શકે છે. વેપારમાં પણ તમને અપાર સફળતા મળશે. તમે વિદેશી વેપારમાં પણ સારા પરિણામ મેળવી શકો છો.
કુંભ રાશિ:
રાહુ તમારી રાશિમાં ધનના ઘરમાં સ્થિત છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે. શનિ લગ્ન ભાવમાં હોવાને કારણે આ રાશિના લોકોને ઘણો ફાયદો થવાનો છે. સરકારી કામમાં સફળતા મળશે. અટકેલા પૈસા પાછા મળશે. રાહુની દ્રષ્ટિ આઠમા ભાવમાં પડી રહી છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને અચાનક આર્થિક લાભ મળી શકે છે. તમને તમારા સાસરિયાઓ તરફથી વિશેષ લાભ મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. પરિવાર સાથે લગાવ રહેશે.
માર્ચ 2025 સુધી કર્મનું ઘર સક્રિય રહેવાના કારણે તમે દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મેળવી શકો છો. કરિયરના ક્ષેત્રમાં ઘણો ફાયદો થવાનો છે. કોર્ટના મામલામાં સફળતા મળી શકે છે. તમારી પાસે ભવિષ્યની ઘટનાઓની પૂર્વસૂચન હોઈ શકે છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમને આ સમયગાળા દરમિયાન નફો મળી શકે છે. છઠ્ઠા ભાવમાં રાહુની દૃષ્ટિ પડવાથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારા લોકોને લાભ મળશે. તમારા શત્રુઓ પર પ્રભુત્વ રહેશે. તમારા પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડીને આગળ વધશો.