મુકેશ અંબાણીએ દીકરાના લગ્નમાં VVIP મહેમાનો જ નહિ, સામાન્ય માણસો માટે પણ કર્યું છે રસોડાનું આયોજન, લોકોએ દિલથી આપ્યા આશીર્વાદ, જુઓ વીડિયો

અનંત અંબાણીએ લગ્ન પહેલા ઉઠાવ્યો દિલને સ્પર્શી જનારું કદમ, એન્ટિલિયામાં ભંડારાનું આયોજન કરીને બધાની સાથે વહેંચી ખુશીઓ

Langar before Anant and Radhika’s wedding : અંબાણી પરિવાર આ દિવસોમાં ખૂબ જ લાઈમલાઈટ મેળવી રહ્યો છે. મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે 12 જુલાઈના રોજ ભવ્ય અંદાજમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંત અંબાણીના લગ્ન ભારતના સૌથી મોંઘા લગ્નોમાંથી એક હશે. આ લગ્નના પ્રી-વેડિંગ ફંક્શન્સ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યા છે, જેમાં બોલિવૂડની સાથે સાથે હોલીવુડના સ્ટાર્સ પણ પરફોર્મ કરતા જોવા મળી રહ્યા છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સંગીત અને હલ્દી સેરેમની થઈ, જેમાં સેલેબ્સ જોરશોરથી ડાન્સ કર્યો. ચાલો અમે તમને લગ્નના અપડેટ્સ આપીએ, જેમાં હલ્દીથી લઈને લગ્નના દિવસ સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે તેમના લગ્ન પહેલા સમાજ માટે એક ઉમદા કામ કર્યું છે, જે ખરેખર દિલ જીતી લેનારું છે.

અંબાણી પરિવારે મોટા પાયે ભંડારાનું આયોજન કરીને લગ્નની ઉજવણીની શરૂઆત કરી હતી, જેમાં લોકોને વિવિધ પ્રકારની વાનગીઓ પીરસવામાં આવી હતી. અંબાણીના મુંબઈ નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્ન પહેલાનું આ ઉદાર અને દયાળુ પગલું અનંત અને રાધિકાના મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે.

ખાસ આયોજિત આ ભંડારા માટે કાળજી અને પ્રેમથી ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ આનંદ માણ્યો હતો. સમારંભનું વાતાવરણ હૂંફ અને કૃતજ્ઞતાથી ભરેલું હતું, અને હાજર દરેકને યોગ્ય આદર સાથે વાનગીઓ પીરસવામાં આવી હતી. આ પગલાએ ફરી એકવાર અંબાણી પરિવારની કરુણા અને ઉદારતાની ભાવના દર્શાવી, જે તેમના મૂલ્યોને પણ વ્યાખ્યાયિત કરે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel