અનંત-રાધિકાની મહેંદીમાં બોલીવુડના સિતારાઓએ લગાવ્યા ચાર ચાંદ, સંજુબાબાથી લઈને ધોની સુધી પહોંચ્યા આ સિતારાઓ, જુઓ તસવીરો

અનંત રાધિકાની મહેંદી સેરેમની શરૂ, સંજય દત્તથી લઈને ધોની સુધી પહોંચ્યા આ સેલેબ્સ

Stars in Anant-Radhika mehndi : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના મામેરુ, સંગીત અને હલ્દી સેરેમની બાદ હવે કપલની મહેંદી સેરેમનીનો પ્રસંગ પણ ખુબ જ ધામ ધુમથી ઉજવવામાં આવ્યો. મુકેશ અંબાણીના ઘર ‘એન્ટીલિયા’માં અનંત અને રાધિકાની મહેંદી સેરેમની યોજાઈ હતી. જેમાં બોલિવૂડ સેલેબ્સની એન્ટી પણ થતી જોવા મળી હતી, ચાલો જોઈએ અંબાણીના ઘરે યોજાયેલા આ પ્રસંગમાં ક્યાં ક્યાં સિતારોએ હાજરી આપી હતી.

પ્રસિદ્ધ બોલિવૂડ સિંગર કૈલાશ ખેર પણ અનંત અને રાધિકાની મહેંદી સેરેમનીમાં જોવા મળ્યા હતા. તે આછા વાદળી રંગના કુર્તામાં આવ્યો હતો. જેની તસવીરો પણ સામે આવી છે.

‘સંજુ બાબા’ એટલે કે સંજય દત્તે પણ અનંત અને રાધિકાની મહેંદી સેરેમનીમાં ભાગ લીધો હતો. સંજય દત્ત ક્રીમ કલરની પઠાણી પહેરી હતી. સંજુબાબાની સ્ટાઈલિશ તસવીરો પણ સામે આવી છે.

હલ્દી સેરેમની બાદ રણવીર સિંહ આ અંદાજમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન દીપિકા પાદુકોણ પણ તેની સાથે હતી. પરંતુ આ વખતે પણ તેણે પેપ્સ કેમેરાની સંપૂર્ણ અવગણના કરી.

જ્હાન્વી કપૂરે અનંત અને રાધિકાના લગ્ન પહેલા અત્યાર સુધીના તમામ ફંક્શનમાં હાજરી આપી છે. તે આ દેશી સ્ટાઈલમાં મહેંદી પર પહોંચી હતી. આ ફંક્શનમાં જ્હાન્વી પણ તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે પહોંચી હતી.

બોલિવૂડ એક્ટર જાવેદ જાફરીનો પુત્ર મીઝાન જાફરી પણ આ સમારોહમાં હાજર રહ્યો હતો. આ પહેલા મીઝાન મામેરુ સેરેમનીમાં પણ જોવા મળ્યો હતો. મીઝાને સફેદ પેન્ટ સાથે શોર્ટ કુર્તો પહેર્યો હતો.

અનન્યા આજે હલ્દી સેરેમનીમાં સૂટ પહેરીને જોવા મળી હતી. અનન્યાએ અનંત અને રાધિકાની મહેંદી સેરેમની માટે બ્લુ કલરનો શૂટ પસંદ કર્યો હતો, જેમાં તે અપ્સરા જેવી દેખાઈ રહી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં હાજરી આપી હતી. જ્યારે હવે ધોની કપલની મહેંદી સેરેમનીમાં પણ જોવા મળ્યો હતો. ધોની તેની પત્ની સાક્ષી સાથે આ ખાસ પળનો ભાગ બન્યો હતો. ધોનીએ બ્લેક કલરનો કુર્તા પાયજામા પહેર્યો હતો. સાક્ષી લાઈટ પર્પલ લહેંગામાં આવી હતી.

Niraj Patel