ગુજરાતમાં માથા પર આવીને ચાલ્યો જતો વરસાદ ક્યાં અટકી ગયો છે ? અંબાલાલ પટેલે જણાવ્યું વરસાદ હવે ક્યારે આવશે
Ambalal Patel prediction of rain : ગુજરાતની અંદર વરસાદ હાથતાળી અપાઇને ચાલ્યો ગયો છે, રોજ વાદળાં ચઢીને આવે છે અને વરસ્યા વગર ચાલ્યા જાય છે, ત્યારે ખેડૂતો પણ હવે વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા છે, ત્યારે આ બધા વચ્ચે હવે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી ગઈ છે. અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે.
અંબાલાલ પટેલ પોતાની આગાહીમાં ગુજરાતની અંદર હજુ પણ વરસાદ માટે એક અઠવાડિયા સુધી રાહ જોવી પડશે તેમ જણાવ્યું છે. તેમને જણાવ્યું છે કે રાજ્યમાં 17 જુલાઈથી લઈને 24 જુલાઈ દરમિયાન સારો એવો વરસાદ વરસી શકે છે. અંબાલાલે જણાવ્યું કે 14 અને 15મી જુલાઈએ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે ત્યારે ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.
આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું કે 16થી 24 જુલાઈ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં સારો વરસાદ પડવાની સંભાવના છે. આ સિસ્ટમની અસરના કારણે ગુજરાતમાં વરસાદ થશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે.