અનંત અને રાધિકાના લગ્નમાં 2500 જેટલા પકવાન, કરોડોની ઘડિયાળ ગિફ્ટમાં, 10 NSG કમાન્ડો, મહેમાનો માટે પ્રાઇવેટ જેટ અને બીજું… જુઓ

કેવો હશે અનંતના લગ્નનો તામજામ ? 2500 કેટલી ડીશ, 10 માસ્ટર સેફ, પ્રાઇવેટ જેટ, ટાઈટ સિક્યુરિટી, રિટર્ન ગિફ્ટમાં કરોડોની ઘડિયાળ, સાડીઓ અને બીજું ઘણું બધું, જુઓ તમામ માહિતી

Arrangement of guest ambani wedding : દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન આવતીકાલે એટલે કે 12મી જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે થઈ રહ્યા છે. લગ્નના તમામ ફંક્શન મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં યોજાશે. આ ભવ્ય લગ્નમાં ભારત અને વિદેશના ઘણા VVIP મહેમાનો અને હસ્તીઓ હાજરી આપશે. ચાલો જાણીએ કે સુરક્ષા વ્યવસ્થા કેવી હશે, ફૂડમાં કઈ કઈ વસ્તુઓ છે અને અંબાણી પરિવાર મહેમાનોને કઈ રિટર્ન ગિફ્ટ આપશે.

લગ્નમાં સુરક્ષા વ્યવસ્થા એવી કરવામાં આવી છે કે એક ચકલું પણ ના આવી શકે. લગ્નમાં અંબાણી પરિવારના તમામ સભ્યો ઝેડ પ્લસ સુરક્ષા સાથે હાજર રહેશે. ઈવેન્ટ દરમિયાન ઈન્ટીગ્રેટેડ સિક્યુરિટી ઓપરેશન સિસ્ટમ (ISOS) સેટઅપ કરવામાં આવશે. આ આઇએસઓએસ સેન્ટરમાંથી ઇવેન્ટની સુરક્ષા કામગીરી પર નજર રાખવામાં આવશે.

60 લોકોની સુરક્ષા ટીમમાં 10 NSG કમાન્ડો અને પોલીસ અધિકારીઓ હશે. 200 આંતરરાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ તૈનાત કરવામાં આવશે. 300 સુરક્ષા સભ્યો હશે. BKCમાં 100 થી વધુ ટ્રાફિક પોલીસ અને મુંબઈ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે.

લગ્નમાં 10 થી વધુ આંતરરાષ્ટ્રીય શેફને આમંત્રણ આપવામાં આવ્યું છે. ઇન્ડોનેશિયાની કોકોનટ કેટરિંગ કંપની 100 થી વધુ નારિયેળની વાનગીઓ તૈયાર કરશે. મેનુ લિસ્ટમાં 2500 થી વધુ વાનગીઓ સામેલ છે. કાશી ચાટ અને મદ્રાસ કાફેની ફિલ્ટલ કોફી પણ સામેલ છે. ઈટાલિયન અને યુરોપિયન સ્ટાઈલનું ફૂડ પણ પીરસવામાં આવશે. ઈન્દોરના ગરાડુ ચાટ, મુંગલેટ અને કેસર ક્રીમ વડા પણ મેનુમાં સામેલ છે. દેશના વિવિધ રાજ્યોમાં ખાસ ફૂડ સ્ટોલ ઉભા કરવામાં આવશે.

લગ્નમાં હાજરી આપનાર સેલિબ્રિટી અને VVIP મહેમાનોને કરોડોની કિંમતની ઘડિયાળો રિટર્ન ગિફ્ટ તરીકે આપવામાં આવશે. કાશ્મીર, રાજકોટ અને બનારસના બાકીના મહેમાનો માટે ખાસ ભેટ મંગાવવામાં આવી છે. બાંધણીના દુપટ્ટા અને સાડી બનાવનાર વિમલ મજીઠિયાને 4 મહિના અગાઉથી ભેટ તૈયાર કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. દરેક દુપટ્ટાની બોર્ડર એકબીજાથી સાવ અલગ હોય છે. વિમલે કુલ 876 દુપટ્ટા અને સાડીઓ તૈયાર કરીને મોકલી છે.

બનારસી ફેબ્રિકની બેગ અને વાસ્તવિક ઝરીમાંથી બનેલી જંગલી ટ્રેન્ડ સાડી પણ રિટર્ન ગિફ્ટ તરીકે આપવામાં આવશે. કરીમનગરના કારીગરો દ્વારા બનાવેલી ચાંદીની કોતરણીની કલાકૃતિઓ પણ મહેમાનોને ભેટ તરીકે આપવામાં આવશે. અગાઉ, અનંત-રાધિકાની પ્રથમ પ્રી-વેડિંગ ઈવેન્ટમાં મહેમાનોને લૂઈસ વિટન બેગ, સોનાની ચેઈન, ખાસ મીણબત્તીઓ અને ડિઝાઈનર ફૂટવેર રિટર્ન ગિફ્ટ તરીકે આપવામાં આવ્યા હતા.

Niraj Patel