એક સાથે 4 નનામી, આખું ગામ હીબકે ચઢ્યું: દ્વારિકા પંથકમાં એક જ પરિવારના 4 સભ્યોએ મોતને વહાલું કર્યું

એક જ સાથે નીકળી પરિવારના ચાર સભ્યોની અંતિમયાત્રા, ગામમાં છાવ્યો આક્રંદ, પૈસાની તંગીના કારણે પતિ પત્ની સાથે બે સંતાનોએ મોતને વહાલું કર્યું…

Four Family Members Commit Suicide : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે. ઘણીવાર કેટલાક પરિવારો કોઈની હેરાગતી કે પછી આર્થિક સંકળામણના કારણે સામુહિક આપઘાત કરતી લેતા હોવાનું પણ સામે આવતું હોય છે. ત્યારે હાલ એવી જ એક ઘટના દેવ ભૂમિ દ્વારિકા પંથકમાંથી સામે આવી છે, જ્યાં એક જ પરિવારના ચાર લોકોએ આર્થિક સંકળામણના કારણે મોતને વહાલું કરી લીધું હતું. ચારેયની એક સાથે અંતિમ યાત્રા નીકળતા આખું ગામ હીબકે ચઢેલું જોવા મળ્યું.

આ બાબતે પ્રપાત માહિતી અનુસાર ગતરોજ દ્વારિકાના ભાણવડ ધારાગઢ ગામ નજીક આવેલા રેલવે ફાટક પાસે ચાર લોકોની લાશ મળી હતી, આ ચારેય લોકો એક જ પરિવારના હોવાનું સામે આવ્યું હતું. પોલીસને ઘટના સ્થળેથી પરિવારનાં મોબાઈલ, મોટરસાઇકલ અને સુસાઈડ નોટ મળી આવી છે. જે આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ પરિવારે આર્થિક સંકડામણને કારણે આ ભયાનક પગલું ભર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે.

ત્યારે આજે પરિવારના ચારેય સભ્યોની અંતિમ યાત્રા ગામમાથી નીકળી હતી, જેમાં કરુણ દૃશ્યો પણ સર્જાયા હતા. એકસાથે 4 અર્થીઓ નીકળવાના કારણે આખું ગામ હીબકે ચઢ્યું હતું, પરિવારના હૈયાફાટ રુદન વચ્ચે મહિલા પણ ગમગીન બન્યો હતો. આખા પરિવારનો માળો વિખેરાઈ જતા સૌની આંખોમાં આંસુઓ આવી ગયા હતા.

આ મામલે સામે આવ્યું છે કે લાલપુર તાલુકાના મોડપર ગામના આહીર પરિવારના અશોકભાઈ જેઠાભાઈ ધુંવા વર્ષો પહેલા પોતાના પરિવાર સાથે જામનગરમાં ધંધાર્થે સ્થાયી થયા હતા. તેઓ બ્રાસના ભંગારનો વ્યવસાય કરતા હતા અને ચામુડા કાસ્ટ નામની પોતાની પેઢી પણ ઊભી કરી હતી. પરંતુ ધંધામાં છેલ્લાં વર્ષોમાં સતત ખોટ જતા તેમના પર દેવું થઈ ગયું હતું અને ખૂબ જ આર્થિક સંકળામણમાં મુકાયા હતા, જેના કારણે તેમને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

 

Niraj Patel