પૉશ વિસ્તારમાં પણ આવા હાલ ? જોત જોતામાં રોડની વચ્ચે પડી ગયો હવાડા જેવો ભુવો, વીડિયો જોઈને તમે પણ રહી જશો હેરાન, જુઓ

રોડ પર અચાનક જ પડ્યું ગાબડું, બની ગયો મોટો ખાડો, લાઈવ વીડિયો જુઓ નીચે

Road potholes in Lucknow : દેશભરમાં વરસાદી માહોલ જામ્યો છે અને આ વરસાદી માહોલ વચ્ચે રોડ રસ્તાની હાલત પણ ખરાબ થઇ ગઈ છે. ઠેર ઠેર ભુવા પડવાની ખબરો પણ સામે આવતી હોય છે. જેના ઘણા વીડિયો પણ વાયરલ થતા હોય છે, હાલ આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રોડ વચ્ચે ભુવો પડતો જોવા મળી રહ્યો છે. આ ઘટના ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના વિકાસ નગરમાં જોવા મળી.

જેમાં એક રસ્તો તૂટી ગયો છે. જેના કારણે અચાનક રોડની વચ્ચે મોટો ખાડો પડી ગયો હતો. સદ્દનસીબે આ દરમિયાન કોઈ વાહન ખાડામાંથી પસાર થયું ન હતું અને કોઈ અકસ્માત સર્જાયો ન હતો. બીજી વખત અહીં રોડ ધરાશાયી થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગત વર્ષે પણ અહીના રસ્તામાં ખાડા પડી ગયા હતા અને બાદમાં તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. જો કે, આ વર્ષે પણ રોડ ખોરવાઈ ગયો હતો અને હવે ફરીથી સમારકામની ચર્ચા છે.

મામલો લખનઉના વિકાસ નગરનો છે. અહીં સેક્ટર 08માં, કુર્સી રોડથી શિવજીની મૂર્તિ સુધીના મુખ્ય માર્ગ અને પાયા તરફ જતા મુખ્ય માર્ગ પર પાવર હાઉસ ચારરસ્તા પાસે મોટા ખાડાઓ પડી ગયા છે. આ રોડ જાહેર બાંધકામ વિભાગનો છે. યુપી જલ નિગમે જવાહરલાલ નેહરુ નેશનલ અર્બન રિન્યુઅલ મિશન હેઠળ રોડ પર કેટલાક કામ કર્યા હતા. જેના કારણે રોડ પર ખાડા પડી ગયા છે.આ સિવાય પણ અન્ય શહેરોમાં પણ આવા જ હાલ જોવા મળ્યા.

ભારે વરસાદને કારણે મુઝફ્ફરનગરમાં રોડ પર ખાડા પડી ગયા છે અને રસ્તાની વચ્ચે ગટર બની ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે રોની હરજીપુર અને બિરલસી રોડ તૂટી ગયો છે. મળતી માહિતી મુજબ કેનાલનો પાટા તૂટવાને કારણે પાણી આવ્યું હતું અને રસ્તા વચ્ચે ધોવાઈ ગયું હતું. પાણી આવવાના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. અનેક ફૂટ સુધી પાણી વધી ગયું છે. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel