હાર્દિક સાથે છૂટાછેડાને લઈને આખરે સામે આવી ગયું નતાશા ભાભીનું રિએક્શન, વીડિયો પોસ્ટ કરીને કહ્યું, “હકીકત જાણ્યા વગર…”

નતાશાએ હાર્દિક સાથે છૂટાછેડાને લઈને આખરે તોડી નાખી ચુપ્પી, વીડિયો શેર કરીને  ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ, જુઓ શું કહ્યું ?

Natasha statement on divorce with Hardik : હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક આજકાલ છૂટાછેડાની અફવાઓને કારણે ચર્ચામાં છે. ટીમ ઈન્ડિયા અને હાર્દિક પંડ્યાની જીત પર ચૂપ રહેવાને કારણે અભિનેત્રીને આકરી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન, નતાશા સ્ટેનકોવિકે તાજેતરમાં તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક રહસ્યમય વીડિયો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી રહ્યો છે. વીડિયો શેર કરતી વખતે અભિનેત્રી નતાશાએ ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો છે, જેણે ટ્રોલ્સને ચૂપ કરી દીધા છે.

છૂટાછેડાની અફવાઓ વચ્ચે નતાશા સ્ટેનકોવિકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ રહ્યો છે. હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક આ વીડિયોમાં કહેતી જોવા મળી રહી છે કે ‘જ્યારે આપણે કોઈ વ્યક્તિનો અચાનક બદલાયેલો ચહેરો જોઈએ છીએ, ત્યારે તેના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાને બદલે તેનો ન્યાય કરવા માટે ઉતાવળ કરીએ છીએ.’ હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડાની અફવાઓ વચ્ચે, નતાશાનો આ વીડિયો જે તેણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં નતાશા કોફી પીતી જોઈ શકાય છે. આ સમય દરમિયાન, તેના મનમાં જે પણ વિચારો આવે છે, તે આ વીડિયોમાં શેર કરે છે. તેણી કહે છે, ‘આપણે ન્યાય કરવા માટે કેટલા ઝડપી છીએ? જો આપણે એવું કામ કરીએ જેની અપેક્ષા ન રાખી શકાય તો લોકો આપણને ગેરસમજ કરવામાં મોડું કરતા નથી. આવી સ્થિતિમાં, જ્યારે કેટલાક લોકોને ખબર પણ નથી હોતી કે શું ચાલી રહ્યું છે અને તેઓ તમને ટ્રોલ પણ કરવા લાગે છે, ત્યારે ખરાબ લાગે છે… આવી સ્થિતિમાં લોકોના મનમાં કોઈ સહાનુભૂતિ નથી. શું ખોટું અને શું સાચું એ વિચાર્યા વિના આપણે સીધો જ નિર્ણય લેવાનું શરૂ કરીએ છીએ.

ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક અને ડાન્સર નતાશા સ્ટેનકોવિકે 31 મે, 2020 ના રોજ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા. તેઓએ ફેબ્રુઆરી 2023માં હિંદુ અને ખ્રિસ્તી બંને રીતિ રિવાજો સાથે બીજી વાર લગ્ન કર્યા. જોકે, આ વર્ષે મે મહિનામાં છૂટાછેડાની અફવાઓ ફેલાઈ હતી જ્યારે ચાહકોએ જોયું કે નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ‘પંડ્યા’ શબ્દ હટાવી દીધો હતો. તે જ સમયે, નતાશા IPL 2024 ની મેચોમાં હાજરી ન આપવાને કારણે સોશિયલ મીડિયા પર છૂટાછેડાની અટકળોને વેગ મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

Niraj Patel