વાયરલ થઇ ગઈ હાર્દિક પંડ્યા સાથે તસવીરો ક્લિક કરાવવાનારી મિસ્ટ્રી ગર્લ્ડ, નતાશાએ પણ આડકતરી રીતે સાધ્યું નિશાન, જુઓ
Prachi Solanki with Hardik Pandya : હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક છૂટાછેડાની અફવાઓને કારણે ચર્ચામાં રહે છે. આશ્ચર્યની વાત એ છે કે અત્યાર સુધી હાર્દિક કે નતાશાએ આ અફવાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. તેના બદલે, તેઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ અફવાઓને વેગ આપી રહ્યા છે. હા, છૂટાછેડાની અફવાઓ વચ્ચે, એક મિસ્ટ્રી ગર્લ સાથે હાર્દિકની તસવીર સામે આવી છે અને નતાશાએ એક રહસ્યમય વીડિયો શેર કર્યો છે.
હાર્દિકની મિસ્ટ્રી ગર્લ જેની સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે તેનું નામ પ્રાચી સોલંકી હોવાનું કહેવાય છે. પ્રાચી સોશિયલ મીડિયા પ્રભાવક છે અને મેકઅપ આર્ટિસ્ટ પણ છે. આ વીડિયોને શેર કરતી વખતે પ્રાચીએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘ફેન ગર્લ મોમેન્ટ.’ પ્રાચીએ માત્ર હાર્દિક સાથે જ નહીં પરંતુ તેની ભાભી પંખુરી અને ભાઈ કૃણાલ સાથે પણ ફોટા શેર કર્યા છે.
હાર્દિકનો આ વીડિયો સામે આવ્યા બાદ નતાશાએ પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં નતાશા હવામાં ગિટાર વગાડતી જોવા મળી રહી છે. આ ઉપરાંત તે તેના જીમમાં અરીસાની સામે ડાન્સ કરતી અને ગાતી પણ જોવા મળે છે. વીડિયો શેર કરતી વખતે તેણે લખ્યું કે, “દરેક વસ્તુને પ્રેમ કરો, પરંતુ ભગવાનને ન ગુમાવો.” બીજા વિડિયોમાં તે એન્ડી ગ્રામરનું ગીત ડોન્ટ ગીવ અપ ઓન મી ગાતી સાંભળી છે.
પ્રાચી હાર્દિક પંડ્યાની પણ મોટી ફેન છે અને તેને હાર્દિકના બરોડા સ્થિત ઘરની મુલાકાત દરમિયાનની આ તસવીરો શેર કરી છે. જે પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઇ ગઈ. પ્રાચીન ઇન્સ્ટાગ્રામ પર 5.7 લાખ કરતા પણ વધુ ફોલોઅર્સ છે. આ સાથે પ્રાચીએ એક રીલ પણ પોસ્ટ કરી છે જેમાં તે હાર્દિક સાથે ટ્યુનીંગ કરતી જોવા મળી રહી છે. આ રિલને પણ 50 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.
View this post on Instagram
મેકઅપ આર્ટિસ્ટ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર પ્રાચી સોલંકી ઈન્સ્ટાગ્રામ પર તેની ખુબસુરત તસવીરો પોસ્ટ કરતી હોય છે અને તેના વીડિયો અવારનવાર વાયરલ થાય છે. જ્યારે હાર્દિક પંડ્યા સાથેની તસવીર વાઈરલ થઈ, ત્યારે સોશિયલ મીડિયા પર ફેન્સે અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે હાર્દિક પંડ્યાનું હવે આ છોકરી સાથે અફેર છે. જે બાદ પ્રાચી સોલંકીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં તેણે કહ્યું છે કે ‘મારા અને હાર્દિક પંડ્યા વચ્ચે કંઈ નથી, તે મેરિડ છે તેને છોકરો છે, હું સિંગલ છું.’