દેખાવ અને સુંદરતામાં કોઇ હીરોઇનથી જરા પણ ઓછી નથી અક્ષર પટેલની વાઇફ, જાણો કોણ છે મેહા પટેલ

T20 વર્લ્ડ કપની શાનદાર જીત બાદ અક્ષર પટેલ ભારતીય ક્રિકેટ ટીમનો ઉભરતો સિતારો છે. ક્રિકેટ ક્ષેત્રની આ સફરમાં અક્ષરની પત્ની મેહા પટેલે સતત સપોર્ટ કર્યો છે. મેહા પટેલની વાત કરીએ તો તે દેખાવમાં હિરોઇનથી કમ નથી. તો આવો મેહા પટેલ વિશે વિગતે જાણીએ….

અક્ષર પટેલની પત્ની મેહા પટેલ પ્રોફેશનથી ન્યૂટ્રિશન એક્પર્ટ છે. મેહા અક્ષર પટેલની કારકિર્દીમાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. અક્ષરને તેણીએ હંમેશા સપોર્ટ અને માર્ગદર્શન આપ્યું છે. ન્યૂટ્રીશનિસ્ટ હોવાથી મેહા અક્ષર પટેલની ફિઝીકલ હેલ્થનું ખાસ ધ્યાન રાખે છે, જેથી ફિલ્ડમાં તેનું પર્ફોમન્સ સારું રહે.

મેહાનો પ્રભાવ ક્રિકેટથી પણ વધારે છે. પોતાની ન્યૂટ્રીશન ફર્મ અને સોશ્યલ મીડિયા દ્વારા તે હેલ્થ અને વેલનેસને સતત પ્રમોટ કરતી જોવા મળે છે. સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે મેહા પટેલ ન્યૂટ્રીશન અને હેલ્થી લાઇફસ્ટાઇલ વિશે સતત જાગૃતિ ફેલાવે છે, જે અક્ષર પટેલની છબીને ક્રિકેટ ફિલ્ડની અંદર અને બહાર બંને જગ્યાએ વધારે સારી બનાવે છે.

મેહાએ આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ઘણા ડાયટ પ્લાન પણ શેર કર્યા છે. આ સિવાય તે હેલ્ધી ડાયટ સાથે જોડાયેલી માહિતી શેર કરતી રહે છે. મેહા પટેલને પણ ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ છે અને તે ટ્રાવેલિંગ ફોટો શેર કરે છે. અક્ષર પટેલે ગયા વર્ષે તેના જન્મદિવસ પર ગર્લફ્રેન્ડ મેહાને પ્રપોઝ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, 20 જાન્યુઆરી 2022 ના રોજ, અક્ષર પટેલે મેહા સાથે સગાઈ કરી હતી. એવું માનવામાં આવે છે કે, 26 જાન્યુઆરીએ બંને લગ્ન કર્યા. મેહા અક્ષર પટેલ લાંબા સમયથી એકબીજાને ઓળખતા હતા.

yc.naresh