રામભદ્રાચાર્યને જોતા જ શહેનશાહ અમિતાભ બચ્ચન ઝૂકી ગયા, પગે લાગ્યા, જુઓ તસવીરો અને વીડિયો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના મેરેજ પછી 13 જુલાઈના રોજ આશીર્વાદ સમારોહ યોજાયો હતો, જ્યાં બોલિવૂડ, ટોલીવુડ, હોલીવુડ, મોટા મોટા પોલિટિશિયન, ધાર્મિક ગુરુઓ અને બિઝનેસ ઈન્ડસ્ટ્રીની અનેક હસ્તીઓ આ દંપતીને આશીર્વાદ આપવા માટે આવ્યા હતા.

ત્યારે જ જગદગુરુ રામભદ્રાચાર્યએ પણ આ સમારોહમાં ભાગ લીધો હતો, જ્યાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન તેમના ચરણ સ્પર્શ કરતા જોવા મળ્યા હતા. હવે તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે અમિતાભ બચ્ચન સાથે પરિચય કરાવવા પર રામભદ્રાચાર્ય પોતાની સીટ પરથી ઉભા થયા અને તેમને ગળે લગાવ્યા. તેઓએ થોડીવાર વાત કરી અને ત્યારબાદ અમિતાભ બચ્ચને ગુરુના ચરણોમાં નમન કર્યા અને તેમના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા.

મિત્રો તમને જણાવી દઈએ કે, બિગ બી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના આશીર્વાદ સમારોહમાં જમાઈ નિખિલ નંદા અને પૌત્રી નવ્યા સાથે પહોંચ્યા હતા. બાદમાં પુત્રવધૂ ઐશ્વર્યા અને પૌત્રી આરાધ્યા પણ જોવા મળી હતી.

સાઉથ સુપરસ્ટાર રજનીકાંત ને બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને સાથે જોવા ચાહકો માટે એક અલગ જ મજા છે. રજનીકાંતે જ્યારે બિગ બીને જોયા તો તેઓ તરત જ ચરણસ્પર્શ કરવા જતા હતા. જોકે, અમિતાભે તરત જ તેમને ઊભા કરીને ગળે મળ્યા. તેમણે થોડી મિનિટો વાત પણ કરી હતી.

અનંત અંબાણીના વેડિંગ ફંક્શનમાં રામભદ્રાચાર્ય તથા ગૌર ગોપાલદાસ સાથે બેઠા હતા. બિગ બી જ્યારે મળવા આવ્યા ત્યારે રામભદ્રાચાર્ય ઊભા થઈ ગયા હતા અને ગળે મળ્યા હતા. થોડીવાર બંને વચ્ચે વાતચીત થઈ હતી. અમિતાભ ત્યારબાદ ગુરુને પગે લાગ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

YC