તારક મહેતાના ‘સોઢી’ કામ માટે તડપી રહ્યા છે, ખીસ્સામાં નથી ફુટી કોડી…કર્યા મોટા મોટા ખુલાસા- જાણો

જાણીતી ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીના પાત્ર દ્વારા લોકોના દિલો પર રાજ કરનારા ગુરુચરણ સિંહ બે મહિના પહેલા અચાનક ગાયબ થઇ ગયો હતો. ગુરુચરણ સિંહના અચાનક ગાયબ થવાને લઇ પરિવાર સહિત તેમના ચાહકો પણ ચિંતામાં આવી ગયા હતા.

Gurucharan Singh 1

જો કે 25 દિવસ બાદ ગુરુચરણ સિંહ પોતાના ઘરે પાછા ફર્યા હતા. ગુરુચરણ સિંહને લઇ એમ પણ કહેવામાં આવી રહ્યુ હતું કે, પોપ્યુલેરિટી મેળવવા માટે ગાયબ થવાનો પબ્સિટી સ્ટંટ કર્યો હતો. પરંતુ આખરે હવે એક્ટર ગુરુચરણ સિંહે ચુપ્પી તોડી છે, તેણે ખુલાસો કરતા કહ્યું- તે આધ્યાત્મિક રસ્તા પર જતા રહ્યા હતા અને તેનો પાછો ફરવાનો કોઇ ઇરાદો ન હતો.

ગુરુચરણ સિંહે પોતાના ગાયબ થયા વિશે વાત કરતા કહ્યું,” હું મારા માતા-પિતાના કારણે શરુઆતથી જ આધ્યાત્મિક રહ્યો છું અને જીવનના આ પોઇન્ટ પર હું પોતાનો એકલો અનુભવ કરી રહ્યો હતો. તેથી હું આધ્યાત્મ તરફ વળ્યો હતો. હું ભક્તિ માર્ગ પર નિકળી ગયો પછી ત્યાથી પાછો ફરવાનો મારો કોઇ પ્લાન ન હતો. પરંતુ મને ભગવાનનો ઇશારો મળ્યો, જેનાથી હું ઘરે પાછો ફર્યો. લોકોને લાગે છે કે, મેં પબ્લિસિટી માટે આ બધુ કર્યુ છે, પણ આ હકીકત નથી.

Gurucharan Singh 2

વધુ માં ગુરુચરણ સિંહ જણાવ્યું કે, જો મને પબ્લિસિટી જ જોઇતી હોત તો હું ઇન્ટરવ્યૂ આપતો, તારક મહેતામાં કરેલા મારા કામ માટે પૈસા માંગત, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરત…પરંતુ મેં આવુ કઇ જ કર્યુ નથી. ઘરે આવ્યા બાદ મેં કોઇ ઇન્ટરવ્યુ આપ્યો નથી, પણ હવે હું બોલી રહ્યો છું કારણ કે મને ઘણી વસ્તુઓ ક્લિયર કરવી છે.

ગુરુચરણ સિંહે પોતાની જવાબદારીઓ વિશે વાત કરતા કહ્યું કે, હું પાછો આવી ગયો છું અને હું બહુ કામ કરવા ઇચ્છું છું. હું મારુ દેવુ ચૂકવવા માંગું છું. હવે ફક્ત કામ કરવા ઇચ્છું છું, સાથે મહેનત કરવા માટે તૈયાર છું. મને અહેસાસ થઇ ગયો છે કે હું જવાબદારીઓ નિભાવીને આધ્યાત્મિક સફર પર જઇ શકુ છું.

Gurucharan Singh 3

ગુરુચરણ સિંહ હતો ગાયબ 

ગુરુચરણ સિંહ 22 એપ્રિલના રોજ દિલ્હીથી મુંબઇ જવા રવાના થયો હતો, પરંતુ 26 એપ્રિલે જાણવા મળ્યું કે તે શહેર પહોંચ્યો ન હતો. તેને દિલ્હી એરપોર્ટ પર તો જોવા મળ્યો પરંતુ ત્યાર બાદ તે ક્યા ગયો તે કોઇએ જોયો ન હતો. ત્યાર બાદ પાલમ પોલીસ સ્ટેશન ખાતે ગુરુચરણ સિંહના પિતાએ દિકરાની ગાયબ થવાની રિપોર્ટ લખાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ શોધ્યો, જેના દ્વારા રોજબરોજ નવા-નવા સુરાગ મળ્યા હતા, પરંતુ એક્ટર વિશે કઇ જ જાણવા મળ્યુ ન હતું.

ગુરુચરણ સિંહે એટીએમમાંથી ઉપાડ્યા હતા પૈસા 

ખબર આવી હતી કે એક્ટરના લગ્ન પણ થવાના હતા અને તે આર્થિક તંગીથી પસાર થઇ રહ્યો હતો. પરંતુ આ દરમિયાન ગુરુચરણે પોતાના ખાતામાંથી એટીએમ દ્વારા 14 હજાર રુપિયા ઉપાડ્યા હતા. જેનો ફુટેજ સીસીટીવી દ્વારા મળી આવ્યો હતો. પોલીસને શોધખોળ દરમિયાન ઘણી વાતો જાણવા મળી હતી, તેમાં ગુરુચરણ સિંહના 10થી વધારે ફાઇનાશિયલ એકાઉન્ટ મળ્યા હતા અને એકથી વધુ જીમેઇલ એકાઉન્ટ પણ મળી આવ્યા હતા. ઉપરાંત એક ફૂટેજ મળ્યો હતો જેમા ગુરુચરણ ઇ-રિક્ષા અને પછી ચાલતા જતો જોવા મળ્યો હતો.

yc.naresh