દિવસેને દિવસે દેશમાં ક્રાઇમની ઘટના વધી રહી છે. તાજેતરમાં જ સુરતમાં પાલ વિસ્તારમાં આવેલી હોટલના એક રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં 24 વર્ષીય યુવતીની લાશ મળી આવી હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ક્રાઇમ સ્પોર્ટ પર પહોંચી હતી. પત્નીની લાશને જોઇને સ્પષ્ટ થાય છે કે, પતિએ હત્યામાં એટલી ક્રૂરતા આચરી છે કે, છરીથી પત્નીનું પેટ ચીરી નાખ્યું છે, સાથે બંને હાથના કાંડા અને નસો પણ કાપી નાખી હતી.
આ ઘટના પાલમાં રોયલ ટાઇટેનિયમ કોમ્પલેક્ષમાં આવેલી ધ બુલ ગ્રૂપ હોટેલમાંથી મહિલાની લાશ મળી આવી હતી. ગત ગુરૂવારે સાંજના સમયે એક કપલ અહીંયા આવ્યું હતું. જોકે, ગત રોજ સાંજ સુધી પણ આ રૂમનો દરવાજો નહીં ખુલતા કંઈક અજુગતુ થયુ હોવાની શંકા ગઈ હતી. હોટેલના મેનેજરે ત્યાં હાજર સ્ટાફને કહીને રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. ત્યારે તેમાંથી એક યુવક બહાર આવ્યો હતો અને તરત જ ભાગી ગયો હતો. એમાં આ મહિલા અડાજણ વિસ્તારમાં રહેતી અને એડવોકેટ નીશી ચૌધરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે તેની હત્યા કરનાર તેનો જ પતિ રોહિત કાટકર હોવાનું સામે આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, 4 જુલાઈના રોજ સાંજે છ વાગ્યે નીસી અને તેનો પતિ રોહિત હાથમાં હાથ નાખીને હોટલ ખાતે પહોંચ્યા હતા. ત્યારબાદ થોડો સમય રિસેપ્શનમાં આમતેમ ફર્યા બાદ તેને એક રૂમ એલોટ કરવામાં આવ્યો હતો. આ રૂમમાંથી 24 કલાક સુધી બહાર આવ્યા ન હતા. ત્યારબાદ સ્ટાફે દરવાજો ખખડાવતા રોહિત રૂમમાંથી ભાગી ગયો હતો. રૂમની અંદર તપાસ કરતા મહિલાનું પેટ ચેરી અને હાથની નસો કાપીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
આરોપી રોહિત અડાજણ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. ત્યારબાદ તેને પાલ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. આ મામલે રોહિતની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, તેની તબિયત લથડતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર બાદ વધુ પૂછપરછ કરવામાં આવશે.
આરોપી રોહિતે પોલીસને જણાવ્યું હતું કે, તેણે અને નીસીને સાથે રહેવું હતું. તે બંનેએ પ્રેમ લગ્ન પણ કર્યા હતા. જોકે, પરિવારનો ઝઘડો હતો. 2022માં નીશી ચૌધરી અને રોહિત કાટકર એક કેમ્પ દરમિયાન એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ નીશી અને રોહિત વચ્ચે નંબરની આપલે થઈ અને બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. ધીમે ધીમે બન્ને એકબીજા એકબીજાની નજક આવવા લાગ્યા અને આખરે પ્રેમમા પડ્યાં જોકે તેમણે પરિવારથી આ વાત ખાનગી રાખી કારણ કે રોહિતને ખબર હતી કે પરિવાર નીશી સાથેનો તેનો આ સંબંધ કદી પણ નહીં સ્વીકારે.
ડિસેમ્બર 2022માં એડવોકેટની પ્રેક્ટિસ કરતી નીશી અને રોહિતે ચોરી છુપીથી પરિવારજનોની વિરુદ્ધ જઈને કોર્ટમાં લવ મેરેજ કર્યા હતા. આ દરમિયાન બંને પરિવારની જાણ બહાર પતિ-પત્નીની જેમ રહેતા હતા. પરંતુ ઘરે તો સિંગલ જ બનીને જતા આવતા હતા. પરંતુ માર્ચ 2023માં નીશી અને રોહિત સાથે હોય એવી તસવીરો અંગે બંનેના પરિવારને જાણ થઈ હતી. ત્યારબાદ બંનેએ કોર્ટ મેરેજ કરીને ઘેર જાણ કરી હતી.
આરોપ છે કે રોહિતના ઘરે રહેવા ગયા બાદ નીશી પર ત્રાસ ગુજારવાનું શરૂ કરવામાં આવ્યું હતું. નીશીને મ્હેણા ટોણા મારી નોકરી છોડીને ઘરના કામ કરવા માટે સતત ટોર્ચર કરવામાં આવતું હતું. નીશી પર સાસુ, સસરા, પતિ, જેઠ અને મામા સસરા સહિતના માનસિક ત્રાસ ગુજારતા હતા. નીશીથી વધુ ત્રાસ સહન ન હતા ઓગસ્ટ 2023માં પિતાના ઘરે આવી ગઈ હતી. ત્યારબાદ નીશીએ સાસરિયાઓ દ્વારા ગુજારવામાં આવતા ત્રાસ અંગે પરિવારને જણાવ્યું હતું. અંતે કંટાળીને રોહિત તેને હોટલમાં લઈ જઈને ક્રૂરતાપૂર્વક તેની હત્યા કરી.
Source and Photo Credit: DivyaBhaskar