પિંક નેટની સાડી સાથે અંકિતા લોખંડેએ પહેર્યો ડીપ નેક હેવી વર્ક બ્લાઉઝ…એવા એવા પોઝ આપી ફોટો ક્લિક કરાવ્યા કે ચાહકો પણ થઇ ગયા લટ્ટુ

પિંક નેટની સાડી સાથે અંકિતા લોખંડેએ પહેર્યું શરમ આવે એવું હોટ બ્લાઉઝ…જોઈને તમે પણ પાગલ થઇ જશો, જુઓ

‘બિગ બોસ 17’ બાદથી અંકિતા લોખંડેના સિતારા બુલંદી પર છે. અભિનેત્રીને એક પછી એક ઘણા મોટા પ્રોજેક્ટ્સ મળી રહ્યા છે, જેને લઈને તેના ફેન્સ પણ ખૂબ જ ઉત્સાહિત છે. તાજેતરમાં જ અંકિતા લોખંડેએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના નવા પ્રોજેક્ટ વિશે માહિતી શેર કરી અને ફર્સ્ટ લુક પણ શેર કર્યો. આ દરમિયાન અભિનેત્રી અદભૂત પોઝ આપતી જોવા મળી રહી છે.

અંકિતા લોખંડે સલમાન ખાનના રિયાલિટી શો ‘બિગ બોસ 17’ હાઉસમાંથી બહાર આવ્યા બાદ પોતાની કારકિર્દીની સફળતાનો આનંદ માણી રહી છે. અંકિતાને એક પછી એક ઘણા મોટા પ્રોજેક્ટ્સ મળી રહ્યા છે, જેમાં તે જોવા મળી રહી છે અને જોવા મળવાની છે. આ દિવસોમાં તેની સ્વતંત્ર વીર સાવરકર ફિલ્મમાં તેના રોલ માટે ઘણી પ્રશંસા થઇ રહી છે અને હવે આ વચ્ચે તેના વેબ શોની પણ જાહેરાત કરવામાં આવી છે.

અંકિતા સંદીપ સિંહના વેબ શોમાં આમ્રપાલીનું પાત્ર ભજવશે અને શોનો ફર્સ્ટ લુક પણ સામે આવી ગયો છે. આ બધા વચ્ચે હાલ એક્ટ્રેસ તેની નવી તસવીરોને કારણે ચર્ચામાં છે, જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. લાઇટ પિંક નેટ સાડી અને ડીપનેક હેવી વર્ક બ્લાઉઝમાં અભિનેત્રી કિલર પોઝ આપી રહી છે. એક્ટ્રેસના આ નવા લુકના ચાહકો પણ ખૂબ વખાણ કરી રહ્યા છે.

આ તસવીરો અંકિતા લોખંડેએ ખુદ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. લુકને કમ્પ્લીટ કરવા માટે અંકિતાએ તેના વાળ ખુલ્લા છોડી દીધા છે અને મેકઅપ કર્યો છે. તસવીરો પરથી એવું લાગી રહ્યુ છે કે અભિનેત્રીએ પોતાના ઘરે જ આ લુકમાં તસવીરો ક્લિક કરાવી છે. સાડીમાં અભિનેત્રીનો આ ગ્લેમરસ લુક ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

અંકિતાએ આ ફોટા શેર કરતાની સાથે જ ચાહકોએ તેના લુકના વખાણ કરવાનું શરૂ કરી દીધું અને કોમેન્ટ સેક્શનમાં જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી તાજેતરમાં રણદીપ હુડ્ડાની ફિલ્મ ‘સ્વતંત્ર વીર સાવરકર’માં જોવા મળી હતી. આ ફિલ્મ 22 માર્ચે રિલીઝ થઈ હતી. જેમાં અભિનેત્રીએ યમુનાબાઈ સાવરકરનું પાત્ર ભજવ્યું હતું.

આ ઉપરાંત હાલમાં જ અંકિતા અને તેના પતિ વિકી જૈનનું નવું ગીત ‘લા પિલા દે શરાબ’ રિલીઝ થયું છે, જેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ગીતમાં તેની સાથે સૌરભ સચદેવા પણ જોવા મળી રહ્યો છે. લોકોને આ ગીત ખૂબ જ પસંદ પડી રહ્યુ છે. આ ગીત વિશાલ મિશ્રાએ ગાયું છે, જ્યારે મનન ભારદ્વાજે સંગીત આપ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by SANDEEP SINGH (@officialsandipssingh)

Shah Jina