મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટના લગ્ન આખરે થઈ ચુક્યા છે. લગ્નમાં દેશ-વિદેશમાંથી આવેલા દિગ્ગજો જોડાયા હતા. કપલને શુભકામના આપવા માટે અનેક લોકો આવી રહ્યા છે.
અનંત અંબાણીના લગ્નની ચારેતરફ ખૂબ જ ચર્ચા છવાયેલી છે. લગ્નમાં ભારતીય પરંપરાની સુંદરતાને બતાવામાં આવી હતી. અનંત અંબાણીએ પોતાના ખાસ દિવસમાં સામેલ ટીમને કિંમતી ઘડિયાળ ગિફ્ટમાં આપી છે.
રાધિકા મર્ચન્ટની વિદાયનો હાલ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે દુલ્હન રાધિકા બધા લોકોની વચ્ચે ખૂબ જ ભાવુક દેખાઈ રહી છે અને તે દરવાજા તરફ આગળ વધી રહી છે. પછી પંડિતજી રાધિકા મર્ચન્ટના હાથમાં ભગવાનની મૂર્તિ આપે છે અને પછી તે પંડિતજીને પ્રણામ કરે છે,
ત્યારબાદ મૂર્તિ લઈને આગળ વધે છે. આ સમય દરમિયાન રાધિકા મર્ચન્ટના ફેસ પર પોતાનું ઘર અને તેના માતા-પિતાને છોડવાનું દુઃખ દેખાઈ જોવા મળી રહ્યું છે, જ્યારે વરરાજા અનંત અંબાણી ખૂબ જ ખુશ જોવા મળી રહ્યો છે.
પુત્રવધૂ રાધિકાની વિદાય સમયે સસરા મુકેશ અંબાણી રડતા દેખાય છે. વહુ રાધિકાની વિદાય વખતે મુકેશ અંબાણીના આંસુ વહેતા જોઈ શકાય છે. તેને આટલો ભાવુક જોઈને સોશિયલ મીડિયા યૂઝર્સ ન માત્ર આશ્ચર્યચકિત થઈ ગયા છે પરંતુ તેના વખાણ કરતા પણ થાકતા નથી.
મીડિયા અહેવાલો મુજબ આ મેરેજમાં અનંતના દોસ્તોને કરોડો રૂપિયાની ગિફટ આપી છે. જેમાં બોલિવુડ સ્ટાર શાહરુખ ખાન અને રણવીર સિંહ પણ સામેલ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે ઘડિયાળ ગિફટ કરવામાં આવી છે તે કરોડો રુપિયા છે, જેની કિંમત 2-2 કરોડ રુપિયા છે.આ ઘડિયાળના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
View this post on Instagram