અનંત અંબાણીના લગ્નમાં ખોલ્યો કરોડોનો ખજાનો, આ દોસ્તોને આપી 2 કરોડની ઘડિયાળ, જુઓ તસવીરો અને વીડિયો

આજકાલ ફક્ત અંબાણી જ ચાલી રહ્યા છે. એશિયાના સૌથી ધણી વ્યક્તિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે આ અઠવાડિયે લગ્ન કર્યા છે. અબજોના ખર્ચે થયેલા આ લગ્નમાં દેશ અને દુનિયાના અનેક દિગ્ગજોએ ભાગ લીધો હતો. આ મેરેજ ફંક્શનમાં આવેલા મહેમાનોને અંબાણી પરિવાર દ્વારા ઘણી મોંઘી ભેટ આપવામાં આવી હતી.

તેમાંથી ઘણાને અનંત અંબાણી તરફથી કરોડોની કિંમતની ઘડિયાળો ભેટમાં મળી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ મેરેજ ફંક્શનમાં ગ્રુમ્સમેનની ભૂમિકા ભજવનાર સ્ટાર્સને મુકેશ નીતા અંબાણીના લાડલા અનંત અંબાણીએ લક્ઝરી ઘડિયાળો ભેટમાં આપી હતી. જેમને આ વોચ ગિફ્ટ તરીકે આપવામાં છે જેમાં બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન અને રણવીર સિંહનો સમાવેશ થાય છે.

કહેવામાં આવી રહ્યું છે કે તેમને ભેટમાં આપેલી ઘડિયાળની કિંમત 2 કરોડ રૂપિયા છે. વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભેટની તસવીરો વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે નીતા મુકેશના પુત્ર અનંત અંબાણી તરફથી ગ્રુમ્સમેનને ભેટમાં મળેલી ઘડિયાળો Audemars Piguet બ્રાન્ડની છે.

આ બધી વોચ 41 મીમીના 18 કેરેટ ગુલાબી સોનાના કેસમાં રાખવામાં આવી છે, જે 9.5 મીમી જાડા છે. તેમની પાસે નીલમ ક્રિસ્ટલ બેક અને સ્ક્રુ લૉક તાજ છે. ઘડિયાળોમાં ગ્રાન્ડે ટેપીસેરી પેટર્ન સાથે ગુલાબી ગોલ્ડ ડાયલ છે અને તેમાં વાદળી કાઉન્ટર્સ, પિંક ગોલ્ડ અવર માર્કર્સ, રોયલ ઓક હેન્ડ્સ છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના આ ભવ્ય મેરેજ છેલ્લા ઘણા મહિનાઓથી ચર્ચામાં હતા. તેમના લગ્ન આ મહિને 12મી જુલાઈના રોજ થયા હતા અને પછી ગઈકાલે 13મી જુલાઈના રોજ શુભ આશીર્વાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

તે પહેલા બે પ્રી-વેડિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાણી પરિવારની આ ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દેશોના વરિષ્ઠ રાજનેતાઓએ ભાગ લીધો હતો. બિઝનેસની દુનિયામાં બિલ ગેટ્સથી લઈને માર્ક ઝુકરબર્ગ જેવા ઘણા દિગ્ગજોએ પણ ફંક્શનમાં હાજરી આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Previous Article

રાધિકા અનંતના લગ્નમાં બૉલીવુડ બોલ્ડ અભિનેત્રી દિશા પટણી લહેંગામાં ઝૂમી ઉઠી, જુઓ વીડિયો

Next Article

તારક મહેતાના 'સોઢી' કામ માટે તડપી રહ્યા છે, ખીસ્સામાં નથી ફુટી કોડી...કર્યા મોટા મોટા ખુલાસા- જાણો

error: Protected Content!