Natasha reached Serbia : ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા વબછે કઈ સારું નથી ચાલુ રહ્યું, છેલ્લા ઘણા સમયથી બંનેના અલગ થવાના સમાચાર ચર્ચામાં છે. ત્યારે આ બધા વચ્ચે નતાશા સ્ટેનકોવિકે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં પુષ્ટિ થઈ છે કે તે તેના ક્રિકેટર પતિ હાર્દિક પંડ્યાથી છૂટાછેડાની અફવાઓ વચ્ચે તેના વતન સર્બિયા ગઈ છે. ગુરુવારે, નતાશાએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેના ઘરની બાલ્કનીમાંથી એક તસવીર શેર કરી હતી. જેની સાથે તેણે કેપ્શન લખ્યું, ‘હોમ સ્વીટ હોમ’.
તાજેતરમાં જ નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. તે બેગ સાથે જતી જોવા મળી હતી અને તેણે પેપરાઝીની અવગણના કરી હતી અને ફોટોગ્રાફ્સ લેવાથી પણ દૂર રહી હતી. આ પહેલા તેણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર સૂટકેસની તસવીર પણ પોસ્ટ કરી હતી. આ બધી બાબતોએ નેટીઝન્સને એ વિચારવા મજબૂર કરી દીધા છે કે શું નતાશા ખરેખર હાર્દિકના ઘરને કાયમ માટે અલવિદા કહી રહી છે.
પૂર્વ બિગ બોસ સ્પર્ધક અને ડાન્સર નતાસા સ્ટેનકોવિચે 31 મે, 2020 ના રોજ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા. આ કપલે ફેબ્રુઆરી 2023માં હિન્દુ અને ક્રિશ્ચિયન રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા. જો કે, તેમના છૂટાછેડાની અફવાઓ આ વર્ષે મે મહિનામાં પ્રથમ વખત હેડલાઇન્સ બની હતી. આ બધું ત્યારે શરૂ થયું જ્યારે નેટીઝન્સે જોયું કે મોડેલે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ‘પંડ્યા’ અટક કાઢી નાખી. જે બાદ સોશિયલ મીડિયા પર તેમના છૂટાછેડાની અફવાઓ ઉડવા લાગી હતી. જે
પછી બધાનું ધ્યાન એ વાત પર આવ્યું કે બંને એકસાથે તસવીરો શેર નથી કરી રહ્યા અને IPL 2024ની મેચોમાં નતાશાની ગેરહાજરીએ પણ છૂટાછેડાના સમાચારને વેગ આપ્યો. તમને જણાવી દઈએ કે, સર્બિયાની રહેવાસી નતાશા બોલિવૂડમાં કામ કરવા માટે ભારત આવી હતી. આ પછી નતાશાએ બોલિવૂડમાં મોડલિંગ અને એક્ટિંગમાં પણ સફળતા મેળવી અને પછી તે હાર્દિકને મળી. આ પછી, બંનેએ વર્ષ 2020 માં લગ્ન કર્યા.