હાર્દિક પંડ્યા-નતાશા છૂટાછેડા: પહેલી નજરમાં જ થઇ ગયો હતો પ્રેમ,2023માં કર્યા હતા ધામધૂમથી લગ્ન, જાણો એવું તો શું થયુ બંને વચ્ચે ?

મુંબઇના ક્લબની એ મુલાકાત, પહેલી નજરમાં જ થઇ ગયો હતો પ્રેમ, 4 વર્ષમાં જ નતાશા સાથે છૂટાછેડાથી હાર્દિકની જિંદગી તાર તાર

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ આખરે તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે છૂટાછેડાની પુષ્ટિ કરી છે. ઘણા મહિનાઓથી તેમના અલગ થવાની અફવાઓ હતી, પરંતુ હવે હાર્દિકે પોતે જ આ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે. હાર્દિક અને નતાશાના લગ્ન વર્ષ 2020માં થયા હતા, અને 2023માં બંનેએ ખૂબ જ ધામધૂમથી ફરીથી લગ્ન કર્યા હતા. કદાચ બંનેમાંથી કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે 2018માં એક ક્લબમાં શરૂ થયેલો સંબંધ થોડા વર્ષોમાં જ છૂટાછેડાનું રૂપ લઈ લેશે. પંડ્યાએ એક લાંબી અને ઈમોશનલ પોસ્ટ શેર કરી જણાવ્યુ કે 4 વર્ષ સાથે રહ્યા બાદ હવે તે અને નતાશા અલગ થઈ રહ્યા છે.

ઈમોશનલ પોસ્ટમાં પંડ્યાએ પોતાના પુત્ર અગસ્ત્યનો પણ ઉલ્લેખ કર્યો છે. જણાવી દઈએ કે લોકડાઉન દરમિયાન પંડ્યા અને નતાશાએ મે 2020માં કોર્ટ મેરેજ કર્યા હતા અને બંને 30 જુલાઈ 2020ના રોજ અગસ્ત્યના માતા-પિતા બન્યા હતા. નતાશા અને પંડ્યાએ ફેબ્રુઆરી 2023માં ફરીથી હિંદુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજો મુજબ ધામધૂમથી ઉદયપુરમાં લગ્ન કર્યા હતા. જો કે, લગભગ 17 મહિનાની અંદર એવું તો શું થયું કે બંનેને અલગ થવું પડ્યું તેનું કારણ હજુ સામે નથી આવ્યુ.

છૂટાછેડાની વાત બાદ હવે સવાલ એ છે કે નતાશા-હાર્દિકના પુત્ર અગસ્ત્યની સંભાળ કોણ રાખશે ? આનો જવાબ પંડ્યાએ પોતાની પોસ્ટમાં ઈશારામાં આપ્યો છે. પંડ્યાએ કહ્યું કે તે અને નતાશા બંને સાથે મળીને કો-પેરેન્ટ્સ બનશે અને અગસ્ત્યનું ધ્યાન રાખશે. પંડ્યાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘4 વર્ષ સુધી સાથે રહ્યા બાદ મેં અને નતાશાએ પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા અને આ સંબંધને બચાવવા માટે બધું આપ્યું. પરંતુ હવે અમને લાગે છે કે અમારા બંને માટે આ યોગ્ય નિર્ણય છે.

આ અમારા માટે ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો, સાથે વિતાવેલી ખુશીની ક્ષણો, પરસ્પર સન્માન અને એકબીજાની કંપની, અમે જે કંઈ પણ સાથે વિતાવ્યું અને માણ્યું, તે પછી અમે એક પરિવાર તરીકે આગળ વધ્યા. અમારા જીવનમાં અગસ્ત્ય હોવા માટે અમે ભાગ્યશાળી છીએ, જે હંમેશા અમારા જીવનનો પાયો રહેશે. અમે બંને સાથે મળીને તેની સંભાળ રાખીશું,

પંડ્યાએ આગળ લખ્યું, ‘અમે તેને દુનિયાની બધી ખુશીઓ આપવાનો પ્રયત્ન કરીશું અને તેની ખુશી માટે અમે જે કંઈ કરી શકીએ તે કરીશું. અમે આશા રાખીએ છીએ કે તમારો સપોર્ટ મળશે અને તમે આ મુશ્કેલ સમયમાં અમારી પ્રાઈવસીને સમજી શકશો. ટી20 વર્લ્ડ કપ પહેલા હાર્દિક તેના કરિયરમાં સંઘર્ષ કરી રહ્યો હતો, વનડે વિશ્વ કપમાં ઈજાગ્રસ્ત થયા બાદ તે ટૂર્નામેન્ટથી બહાર થઈ ગયો હતો અને તે બાદ આઈપીએલમાં તેની વાપસી થઈ અને તેને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો.

જો કે આને લઇને તેને ઘણો ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો. આ બધા વચ્ચે તેના પરફોર્મન્સ પર અસર જોવા મળી. તે સમયે કહેવાતુ કે હાર્દિકનું કરિયર ખતમ થવાનું છે. જો કે તેણે ટી20 વર્લ્ડ કપમાં દમદાર વાપસી કરી અને પોતાના ડૂબતા કરિયરને બચાવી લીધુ. જો કે ત્યાં સુધી કદાચ મોડુ થઈ ગયું હતું. એવું કહેવાય છે કે કદાચ હાર્દિકના પડતા સ્ટારડમના કારણે નતાશા અને તેનો મતભેદ થયો હોય જે ડિવોર્સનું કારણ બની ગયું હોય.

Shah Jina