દુઃખદ સમાચાર : આ કારણે કંટાળીને આવી એક્સિસ બેંકની રિલેશનશિપ મેનેજરે કરી આત્મહત્યા

બેંકમાં નોકરી કરતી મેનેજર છોકરીને લોકો આવું આવું કહેતા તો 5 પેજની સ્યુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી, જાણો શું કારણ હતું

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક્સિસ બેંકની રિલેશનશિપ મેનેજરની આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. ઘટના પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કેસની તપાસ શરૂ કરી. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવતીએ ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરી છે.

પોલીસને ઘટનાસ્થળેથી 5 પાનાની સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં સાથીદારોને હેરાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 27 વર્ષિય શિવાની ત્યાગી નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના ઘુકના વિસ્તારની રહેવાસી હતી અને એક્સિસ બેંક, નોઇડામાં રિલેશનશિપ મેનેજર તરીકે કામ કરતી હતી.

પરિવારનો આરોપ છે કે શિવાનીને બેંકમાં કામ કરતા તેના સાથીદારો દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા હતા અને બોડી શેપને લઇને કમેન્ટ કરતા હતા. પીડિતાના પરિવારની ફરિયાદ પર પોલીસે જ્યોતિ ચૌહાણ, અકરમ અને નજમુસ શાકિબ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે શિવાનીએ 12 જુલાઈના રોજ ઝેરી પદાર્થ ખાઈ લીધો હતો.

આ પછી તેને દિલ્હીની જીટીવી હોસ્પિટલમાં લઈ જવામાં આવી, પણ તપાસ બાદ તબીબોએ તેને મૃત જાહેર કરી. મૃતકના પરિવારજનોનો આરોપ છે કે સાથીદારો દ્વારા તેનું બોડી શેમિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ સુસાઈડ નોટ અને અન્ય પુરાવાના આધારે કેસની તપાસ કરી રહી છે.

Shah Jina