વ્હાઇટ બોડીકોન ડ્રેસમાં તૃપ્તિ ડિમરીએ બતાવ્યો ગ્લેમરસ અંદાજ, એક્ટ્રેસની ખૂબસુરતી પર ફિદા થયા ચાહકો

ખૂબસુરતીની બની મિસાલ, અદાઓ સાથે કરી ગઇ કમાલ, ભાભી 2નો હોટ ફિગર વાળો ડ્રેસ જોશો તો ખલબલી મચી જશે, જુઓ

બોલિવૂડ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી એનિમલમાં ‘ભાભી 2’ની ભૂમિકા ભજવ્યા બાદથી લાઈમલાઈટમાં છે, હવે તૃપ્તિ વિકી કૌશલ અને એમી સાથે ફિલ્મ બેડ ન્યૂઝમાં જોવા મળવાની છે. બેડ ન્યૂઝના પ્રમોશનમાં વ્યસ્ત તૃપ્તિ ડિમરીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેના ચાહકો વખાણ કરતાં થાકતા નથી.

તૃપ્તિ ડિમરીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર વ્હાઇટ બોડીકોન ડ્રેસમાં કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે તેના પરફેક્ટ ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તૃપ્તિના બોડીકોન ડ્રેસને ફ્રન્ટમાં સ્ટાઇલિશ લુક આપવામાં આવ્યો છે.

અભિનેત્રીએ હાથમાં ગોલ્ડન બ્રેસલેટ અને કાનમાં ગોલ્ડન ઈયરિંગ્સ સાથે આ લુક કંપલીટ કર્યો હતો. તૃપ્તિએ આ લુક સાથે તેના વાળને વેવીમાં સ્ટાઈલ કર્યા હતા અને ખુલ્લા છોડી દીધા હતા. લેટેસ્ટ તસવીરોમાં તૃપ્તિ ક્યારેક સ્માઈલ સાથે તો ક્યારેક સ્ટાઈલ સાથે પોઝ આપતી જોવા મળે છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસને એનિમલ પછી ઘણી સફળતા મળી છે. એનિમલ પછીથી તૃપ્તિ પાસે ફિલ્મોની લાઇન છે. જેમાં બેડ ન્યુઝ, વિકી વિદ્યા કા વો વાલા વીડિયો, ભૂલ ભૂલૈયા-3 અને ધડક 2નો સમાવેશ થાય છે.

Shah Jina