જાહ્નવી કપૂરની બગડી તબિયત, હોસ્પિટલમાં થઇ દાખલ, 1-2 દિવસ સુધી રહેશે હોસ્પિટલાઇઝ
બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી જાહ્નવી કપૂર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં એન્જોય કરતી જોવા મળી હતી. આ દરમિયાન તે એકદમ સારી દેખાતી હતી. આવી સ્થિતિમાં તેના અચાનક હોસ્પિટલમાં દાખલ થવાના સમાચારે ચાહકોને પણ ચિંતામાં મૂકી દીધા છે.
દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે જ્હાન્વીને અચાનક શું થયું કે તેને હોસ્પિટલમાં કેમ દાખલ કરવી પડી. રીપોર્ટ અનુસાર, અભિનેત્રીને ફૂડ પોઈઝનિંગ થયું છે, જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ફૂડ પોઈઝનિંગ બાદ તેને દક્ષિણ મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.જાહ્નવી ચેન્નાઈ ગઈ હતી અને મંગળવારે ત્યાંથી પરત ફરતી વખતે તેને એરપોર્ટ પર તેણે કંઈક ખાધુ હતું.
આ પછી તેની તબિયત બગડી અને પછી ખબર પડી કે તેને ફૂડ પોઇઝનિંગ થયું છે કે. જાહ્નવી જેવી જ એરપોર્ટથી ઘરે પહોંચી કે તેની તબિયત બગડી અને તે ખૂબ જ નબળાઇ અનુભવવા લાગી. ખરાબ તબિયત અને નબળાઈના કારણે તેને ડોક્ટરોની સલાહ પર બુધવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. રીપોર્ટ અનુસાર, હાલમાં અભિનેત્રીની સ્થિતિ સારી છે અને તેને શુક્રવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, જાહ્નવી કપૂર છેલ્લે રાજકુમાર રાવ સાથે ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં જોવા મળી હતી. તેની ફિલ્મને દર્શકો અને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. હવે જાહ્નવી કપૂર સસ્પેન્સ-થ્રિલર ‘ઉલઝ’માં જોવા મળશે. જાહ્નવીની આ ફિલ્મનું ટ્રેલર આ અઠવાડિયે રિલીઝ થયું છે. જાહ્નવીની ફિલ્મના ટ્રેલરને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.